તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Valsad News The Land Development Corporation Of The Land Development Agency Has Committed An Offense Against 11 More In The Tank Pond 042047

જમીન વિકાસ નિગમની કાગળ ઉપરની ખેત તલાવડી કૌંભાડમાં વધુ 11 સામે ગુનો નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર તાલુકાના કેટલાક ગામોમાં જમીન વિકાસ નિગમ દ્વારા બોગસ અને અભણ ગરીબ ખેડૂતો ના નામે માત્ર કાગળ ઉપર ખેતતલાવડી બનાવી લાખ્ખો રૂપિયા ગજવે ઘાલનારા નિગમના અધિકારી ઓ અને કોન્ટ્રાક્ટરો સામે એસીબીએ ગાળિયો કસતો ઝડપાયેલા 11 સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા ગત 12 એપ્રિલ 2018 ના રોજ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ, ગાંધીનગર ખાતે સરપ્રાઈઝ ચેકિંગમાં એસીબીને મોટું કૌભાંડ જોવા મળ્યું હતું. જેમાં જમીન વિકાસ નિગમની ધરમપુર કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓએ પોતાના મળતિયાઓ કોન્ટ્રાક્ટર બનાવી વલસાડ જિલ્લામાં જુદા જુદા તાલુકામાં વિવિધ ગામો ના સર્વે નંબરોના ખેડૂતોના નામે ખેત તલાવડી બનાવવા કોઈપણ જાતની અરજી કે કોઈ પ્રકારની કાર્યવાહી કરી ન હોવા છતાં બોગસ ખેત તલાવડી કાગળ ઉપર દર્શાવી સરકારી તિજોરીને લાખ્ખો રૂપિયા નું નુકશાન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

સરકારની નિયત જોગવાઈ, શરતો અને પધ્ધતિનું ઉલ્લંઘન કરી પૂર્વ આયોજિત કાવતરૂ રચી એકબીજા ની મદદગારીથી ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી માત્ર કાગળ પર ખેત તલાવડી દર્શાવાતા એસીબી સુરત એકમના મદદનીશ નિયામક પી.એમ.પરમારે વલસાડ-ડાંગના પીએસઆઈ એસ.આર.પટેલને તપાસ સોંપતા એસીબી ટીમે વલસાડના ધરમપુર તાલુકામાં સોનદર, કુરગામ, સિદુંબર, બિલપુડી, હનમતમાળ, હથનબારી, ભવાડા તલાટ અને પંગારબારી તથા વલસાડ તાલુકાના કચીગામ, કપરાડા તાલુકાના આંબાજંગલ, ...અનુસંધાન પાના નં. 03

કયા ગામમાં કેટલી ખેતતલાવડી બોગસ
સોનદર-9 કુરગામ-6 કચીગામ-8 સિદુંબર-5 બિલપુડી-8 હનમંતમાળ-1 હથનબારી-2 ભવાડાતલાટ-8 પંગારબારી-8 આંબાજંગલ-9 મનાલા-7

આ છે સરકારી અધિકારી અને કોન્ટ્રાક્ટર
પ્રવીણ બાલચંદ્ર પ્રેમલ, ઈન્ચાર્જ મદદનીશ નિયામક જયંતી હમીર પટેલ, તત્કાલિન મદદનીશ નિયામક યુસુફ અબ્દુલ રહેમાન ભીખા, ક્ષેત્ર મદદનીશ વર્ગ-3 બાબુ કેશા પ્રજાપતિ, ફિલ્ડ સુપરવાઈઝર, વર્ગ-3 લક્ષ્મણ વેલજી ચૌધરી, ફિલ્ડ આસિસ્ટન્ટ વાસુ નાયર, કોન્ટ્રાક્ટર દીપારામ ખીયારામ, કોન્ટ્રાક્ટર થીયા કે. સનમુગન, કોન્ટ્રાક્ટર હેમંત એમ. ખમાર, કોન્ટ્રાક્ટર મિતેશ બી. ખમાર,કોન્ટ્રાક્ટર સ્વરાજ થીયા, કોન્ટ્રાક્ટર

અન્ય સમાચારો પણ છે...