તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vapi News The Heavy Picketing Of The Chhri Panchayat Again On The Dumping Site Triggered Heavy Traffic 043108

ડમ્પિંગ સાઇટ પર છીરી પંચાયતનું ફરી ટ્રેકટર ઝડપાતા ભારે હોબાળો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| વાપી પાલિકાની ચંડોર ડમ્પિંગ સાઇટ પર સોમવારે છીરી પંચાયતનું ટ્રેકટર કચરો ઠાલવતાં આવતાં સ્થાનિકોએ ઝડપી પાડયું હતું.જેની જાણ ચીફ ઓફિસરને કરતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને લઇ સ્થાનિકોએ પાલિકાના સાધનો પણ ડમ્પિંગ સાઇટમાં ન જવા દેતાં ભારે હોબાળો થયો હતો. ચીફ ઓફિસર સહિત પાલિકાનો કાફલો અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચતાં ગ્રામજનોએ ઉગ્ર રજૂઅાત કરી હતી. આ વિવાદ વધુ વકરે તેવી સંભાવના છે.

વાપી પાલિકાની ચંડોર ડમ્પિંગ સાઇટ સતત નજીકની પંચાયતોના કચરો ઠાલવવાની અનેક ફરિયાદો બાદ પણ કોઇ જ કાર્યવાહી થતી નથી. સોમવારે છીરી પંચાયતનું ટ્રેકટરને ડમ્પિંગ સાઇટ પર સ્થાનિકોએ ઝડપી પાડયું હતું. જેની જાણ પાલિકાના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી, પરંતુ આ મામલે કલેકટરે મૌખિક મંજુરી આપી હોવાનું જણાવી ઉંચા હાથ કરી દેેવામાં આવ્યા હતાં. જેને રોષે ભરાયેલા સ્થાનિકોએ પાલિકાના ટ્રેકટર અને સાધનોને પણ ડમ્પિંગ સાઇટમાં ...અનુસંધાન પાના નં. 02

અન્ય સમાચારો પણ છે...