તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vapi News The Governor39s Consolation Not To Take More Than 21 Meters Of Land For Daman Beach 042722

દમણ બીચ માટે 21 મીટરથી વધારે જમીન ન લેવા પ્રશાસકનું આશ્વાસન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાની દમણના જેટીથી લઇને સ્મશાન ભૂમિ સુધીના માર્ગને પહોળો કરવા માટે પ્રશાસન દ્વારા 21 મીટરની લાઇન દોરીમાં અાવતા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. દબાણો હટાવવાની કામગીરીમાં માછી સમાજના લોકોને મોટું નુકશાન થઇ રહ્યું હોવાના કારણે નાની દમણ સ્થિત શ્રી માછી મહાજન દ્વારા પ્રશાસક અને અધિકારીઓને રજૂઆત થઇ હતી. આ રજૂઆતના પગલે પ્રશાસકે માછી સમાજને 21 મીટરથી વધુ જગ્યા ન લેવા માટે આશ્વાસન અાપ્યું છે.

દમણના દરિયાઇ કિનારાના વિકાસનું કામ હાલ ચાલી રહ્યું છે જેમા નાની દમણ સ્થિત જેટીથી લઇને સ્મશાન ભૂમિ સુધીના માર્ગ ઉપર આવતા 200થી વધારે મકાન સહિત મિલકતોને તોડી પડાય છે. જેમા માછી સમાજના લોકોને સૌથી વધારે નુકશાન ઉઠાવવું પડ્યું હોવાથી દમણ માછી સમાજના અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પ્રશાસક અને કલેકટરને રજૂઆત થઇ હતી. જોકે, પ્રશાસક પ્રફુલ પટેલે માછી મહાજનના અગ્રણીઓની રજૂઆત સાંભળી આશ્વાસત અને વિશ્વાસ આપ્યો હતો કે, દમણના વિકાસ માટે 21 મીટર જેટલી જગ્યા તો જોઇએ જ છે પરંતુ 21 મીટરથી વધારે જમીન લેવામાં નહિં આવે. પ્રશાસક પ્રફુલ પટેલે એવી પણ બાંહેધરી આપી હતી કે, 21 મીટરની વધારે જમીન લેવાનો કોઇ ઇરાદો નથી અને સમાજના જે કોઇ કામ બાકી રહી ગયા હશે એની જલ્દીથી પૂર્ણ કરી દેવાશે. હાલમાં દમણ જેટીથી લઇને સ્મશાનભૂમિ સુધીના જે દબાણો દૂર કરાયા છે એમા મોટા ભાગે માછી સમાજના લોકો બેઘર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...