તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાપ-દીકરાની જુગલબંધીએ વલસાડનું ગૌરવ વધાર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના નવેરા ગામના રહીશ અને શિક્ષણ સાથે જોડાયેલા પરિવારમાં પિતા અને પુત્ર વાંસળીવાદનમાં અવ્વલ અને નાનો પુત્ર તબલાવાદનમાં હથેળી બેસાડી રહ્યો છે. વાંસળીવાદનમાં બાપ-દીકરાએ તો રાજ્યકક્ષાએ પ્રથમક્રમે રહી નેશનલકક્ષાએ ગુજરાતનું નામ રોશન કરવા કમર કસી છે.

નાનકડા જીલ સુબોધ પટેલ અબ્રામાની સ્વામીનારાયણ વિદ્યા મંદિરમાં ધો.10માં અભ્યાસ કરી રહ્યો છે. જીલને નાનપણથી જ વાંસળી વગાડવાનો શોખ. 4 વર્ષનો હતો, ત્યારથી તે વાંસળીની તાલીમ શીખી રહ્યો છે, તેવું તેના પિતા સુબોધભાઈ કહી રહ્યા છે. સુબોધભાઈ પણ વાંસળી વગાડવામાં માહિર છે. પિતા અને વડીલના સંગીતશોખની અસર નાનકડા જીલ પર પડી, તેને પણ વાંસળીનો રંગ લાગ્યો. જીલનો નાનોભાઈ ધ્વનિલને તબલા વગાડવાનો શોખ છે. પિતા સુબોધ અને માતા હંસાબેન શિક્ષક છે. સુબોધ જીલ સહિત બીજા છોકરાઓને વાંસળી વગાડવાની તાલીમ નિ:શુલ્ક આપી રહ્યા છે. જીલ પિતા સાથે મુંબઈ હરિપ્રસાદ ચૌરસિયાના ગુરૂકૂળમાં રાકેશ ચૌરસિયા વાંસળીની તાલીમ આપી રહ્યા છે. જીલ વલસાડના દિલીપ વિસ્પૂતે પાસે શાસ્ત્રીય ગાયન ઉપાંતર વિશારદની તાલીમ સાથે િચખલીના સાઈરાજ પાસે તબલા શિખી રહ્યો છે.

જીલને નંબર વન સિવાય કશું પણ ન ખપે
જીલ અભ્યાસમાં પણ નિપુણ, હોલ ધો.10 બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો છે. છતાં તેણે હાલમાંજ સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના યુવા ઉત્સવમાં વાંસળીવાદનના ખૂલ્લા વિભાગમાં પ્રથમક્રમ મેળવ્યો છે. અગાઉ જિલે 2016ના કલા મહાકુંભમાં પ્રથમક્રમ, 2017-18માં રાજકોટ ખાતે યોજાયેલા કલામહાકુંભમાં પણ વાંસળીવાદનમાં રાજ્ય કક્ષાએ પ્રથમક્રમ મેળવી યુપીના નોઈડા ખાતે નેશનલ કક્ષાએ ભાગ લેવા ગયો હતો, પરંતુ નોઈડાનો કાર્યક્રમ રદ થયો હતો. આગામી દિવસોમાં જીલ રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

સુબોધભાઈ પણ રાજ્યકક્ષાએ પહોંચ્યા છે
જીલના પિતા સુબોધભાઈએ પણ વાંસળીવાદનમાં રાજ્યકક્ષાએ પ્રથમક્રમ મેળવ્યો છે. શિક્ષકની નોકરી સાથે તેઓ પોતાના શોખને આજે પણ આગળ ધપાવી રહ્યા છે. જીલ તેમના પગલે વાંસળીમાં અને ધ્વનિલ તબલામાં પારંગત બની રહ્યા છે. સુબોધભાઈ પણ રાકેશ ચૌરસિયા પાસે વાંસળીની તાલીમ લેવા જીલ ની સાથે મહિનામાં બે વાર મુંબઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...