તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરોલીના 4 ઘરોમાંથી રોકડ અને ચાંદીના સિક્કાની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ | નરોલી ગામે એક અઠવાડિયાથી ચોરટાઓનો ત્રાસ વધ્યો છે. શનિવારે મોડી રાત્રે અંદાજે દોઢ વાગ્યાના સુમારે હવેલી ફળિયામા રહેતા શૈલેષભાઇ દેસાઈના ઘરના રસોઈ ઘરની બારી તોડી ઘરમા ચોરટાઓ પ્રવેશી બેડરૂમના કબાટમાંથી 32 હજાર રોકડા અને પાંચ ચાંદીના સિક્કાની ચોરી કરી હોવાનુ જણાયુ હતું. શૈલેષભાઈનો પરિવાર જયારે મળસ્કે 5 વાગ્યે ઉઠયા ત્યારે ઘરના અંદરનો સામાન વેરવિખેર હાલતમા જોતા અંદર તપાસ કરતા એક બેડરૂમના અંદરના કબાટને તોડાયો હતો. જેમા તપાસ કરતા રોકડ રૂપિયા અને ચાંદીના સિક્કાઓ પણ ચોરાયેલ હોવાનુ જણાયુ હતું. આજ ફળિયામા બીજા ત્રણ ઘરે હરુભાઈ સોલંકી, ભગવાનભાઇ પરમાર અને મયુરભાઈ સોલંકીના ઘરે પણ ચોરીનો પ્રયાસ કરાયો હોવાનુ જાણવા મળ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...