તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવાંબાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થિની કરાટેમાં સિલ્વર મેડલ વિજેતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાની કરાટે અંડર-14 ટૂર્નામેન્ટ મધ્યપ્રદેશના ઈંદોર ખાતે યોજાઈ હતી. જેમાં વલસાડની બાઈ આવાંબાઈ હાઈસ્કૂલની ધો.7ની વિદ્યાર્થિની હેત્વી ગણેશભાઈ શિર્કે એ કરાટે સ્પર્ધામાં બીજોક્રમ મેળવી રજતચંદ્રક મેળવ્યો હતો. હેત્વી શિર્કે વલસાડમાં સેન્સાઈ ચેતન શિર્કે અને દર્શન પટેલના માર્ગદર્શન હેઠળ તાલિમ લઈ રહી છે. શાળાનું નામ નેશનલ કક્ષાએ રોશન કરવા બદલ હેત્વીને શાળાના આચાર્ય અ‌શ્વીન રાવલ અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...