તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Dharampur News Shri Ramakrishna Vivekanand Seva In The Context Of Birth Anniversary Of Swami Vivekanand Ji 022727

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટના ઉપક્રમે આયોજીત યુવારેલી અને યુવા સંમેલનમાં આજે વિવિધ શાળા મહાશાળાના 2000 વિદ્યાર્થીમિત્રોએ ભાગ લીધો હતો, શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલ વડોદરાના સ્વામી દર્પહાનંદજી, સુરતના જાણીતા સાહિત્યકાર ડો. રઈશ મનીયાર અને મુંબઈના મોટીવેટર ડો. વિપુલ વ્યાસનાં ઉદ્બોધાનોએ ઉપસ્થિત યુવાનોને “વિવેકાનંદમય” બનાવી દીધા હતા, સમડીચોક સ્થિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ખાતે પુષ્પાંજલિવિધિ કરી ઉપસ્થિત 2000થી વધુ વિદ્યાર્થીઓ પ્રભુ ફળિયા, મોટાબજાર, ગાંધીબાગ, દસોંદી ફળિયા, એસટી ડેપો થઇ લક્ષ્મીનારાયણ મંદિર સુધી યુવારેલી રૂપે ફર્યા હતા. નાના નાના ભૂલકાઓએ યુવારેલી દરમિયાન “સ્વામી વિવેકાનંદજીકી જય” અને “ભારતમાતા કી જય” નો જયઘોષ કરી સમગ્ર ધરમપુરને વિવેકાનંદમય કરી મુક્યું હતું. બાદ આ યુવારેલી અત્રેના લક્ષ્મીનારાયણ મંદિરના પરિસરમાં “યુવા સંમેલન” માં ફેરવાઈ હતી, ટ્રસ્ટના સર્વેસર્વા ડો દોલતભાઈ દેસાઈએ તમામને આવકાર્ય હતા. જાણીતા સાહિત્યકાર ડો. રઈશ મનીયારે ઉપસ્થિત યુવાનોને જણાવ્યું કે, આત્મવિશ્વાસથી જ કોઈ પણ નવું કામ શીખી શકાય છે, જે દિવસે નવું શીખવાનું બંધ કરી દે છે તેને તકલીફ આવતી નથી પરંતુ એવા યુવાનોનું જીવન પણ પશુ જેવું બની જાય છે, ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ, ડો ધીરુભાઈ પટેલ, કલ્પેશ કાપડિયા, પાલિકા પ્રમુખ જયદીપ સોલંકી, રમેશભાઈ અટારા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...