તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંકરતળાવમાં પ્રા.શાળાને નડતર પતરાંનો શેડ દૂર કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના શંકરતળાવ ખાતે પ્રાથમિક શાળા પાસે ગણપતિ ઉત્સવ વખતે બાંધેલા પતરાંનો શેડ હજી ઉતારવામાં ન આવતા ગ્રામપંચાયતે પોલિસને રાવ કરી છે. જો અકસ્માતે વિદ્યાર્થીઓને ઇજા પહોંચે તો નુકસાન થાય તેવી દહેશત સાથે આ શેડ દૂર કરવા માગ કરાઇ છે.

શંકરતળાવમાં પ્રાથમિક શાળા મંદિરના પાછળના ભાગે આવેલી છે.જ્યાં નાના ભૂલકાંઓ સહિત મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે.શાળાની આગળ પંચાયત અને કમ્પાઉન્ડ વોલ તથા મેઇન ગેટ આવેલું છે.ગેટ આગળ મંદિરમાં ગત ગણેશ ઉત્સવ દરમિયાન સંચાલકે પતરાંનો શેડ બનાવ્યો હતો.શેડ ઉપર વીજ તાલ પસાર થતો હોય પ્રાથમિક શાળાના મેઇન ગેટ પાસે કોઇ આકસ્મિક બનાવ ન બને અને રમતા છોકરાઓને પતરાંનો શેડ વાગી ન પડે,પંચાયતમાં આવતા જતા અરજદારોને શાળાના વિદ્યાર્થીઓને નડતર ન રહે તે માટે પંચાયત સરપંચે ડુંગરી પોલિસને લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...