તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Dharampur News Quotdivya Bhaskar And The Team Take My Confidence In My Talent 022712

‘દિવ્યભાસ્કર અને ટીમે મારી પ્રતિભા પર રાખેલા વિશ્વાસને લઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘દિવ્યભાસ્કર અને ટીમે મારી પ્રતિભા પર રાખેલા વિશ્વાસને લઈ આજે આ સ્તરે પહોંચી છું\\\', ના શબ્દો ધરમપુરની દિવ્યાંગ લેખિકા બીજલ તળેકરે સુરતમાં યોજાયેલા નેશનલ યુથ-ડે-2019ના કાર્યક્રમમાં ઉચ્ચાર્યા હતા. ભારત સેવા સંવાદ દ્વારા સુરતના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં પહેલા મારો દેશની હૃદયમાં ભાવના ધરાવતા અને પોતાના કાર્યક્ષેત્રમાં અમૂલ્ય સિદ્ધિ મેળવી દેશનું ગૌરવ વધારનારા યુવાઓને સન્માનિત કરી યુવાનોને પ્રેરિત કરવા આયોજિત કાર્યક્રમમાં હાથ,પગમાં સ્ટીફનેસ ધરાવતી દિવ્યાંગ યુવા લેખિકાએ દિવ્યભાસ્કરને સફળતાનો શ્રેય જાહેરમંચ પરથી આપ્યો હતો. બીજલ તળેકરને મોમેન્ટો એનાયત કરી સન્માનિત કરાઈ હતી. અત્રે ઉલ્લેખની છે કે, દિવ્યભાસ્કર ટીમે વર્ષ 2016માં દિવ્યાંગ લેખિકાની મુલાકાત લઈ 13 જૂન 2016ના રોજ પ્રતિભાને આર્ટિકલના માધ્યમથી ઉજાગર કર્યા બાદ તેણીનું પુસ્તક લોન્ચ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...