તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણમાં તમંચો વેચે તે પહેલા વાપીના યુવકને ઝડપી પાડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણના દેવકા માર્ગ ઉપર હોટલ ઝજીરા નજીકથી ગુરુવારે બાઇક સવાર યુવકને દેશી તમંચા સાથે પોલીસે ઝડપી લીધો હતો. વાપીના અપના ઘર સોસાયટીમાં રહેતો યુવક દેશી તમંચો વેચવાના ફિરાકમાં દમણ ફરી રહ્યો હતો.

નાની દમણ સ્થિત કડૈયા પોલીસ સ્ટેશનના પીઆઇ શોહીલ જીવાણીને બાતમી મળી હતી કે, એક કેટીએમ બાઇક ચાલક યુવક ગેરકાયદે હથિયારનો સોદો કરવા માટે દેવકા રોડ ઉપર ફરી રહ્યો છે. આ બાતમીના આધારે દમણ પોલીસે એક ટીમ બનાવીને દેવકા માર્ગ સ્થિત હોટ જઝીરા નજીક વોચ ગોઠવી હતી. પીઆઇ શોહીલ અને તેમની ટીમ પીએસઆઇ ધર્મેશ ધોડી તથા પોલીસ જવાન ક્રિશ્નવિજય ગોહિલ, સુમિત ભક્તી, જિગ્નેશ પટેલ, અમિત બાજપાઇ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમીયાન બાતમીવાળી કેટીએમ બાઇક નંબર જીજે 15બીઆર 2039 આવતા જ પોલીસ તેને અટકાવીને ચાલકની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં યુવકની ઓળખ વાપીના ચલા ...અનુસંધાન પાના નં. 02

અન્ય સમાચારો પણ છે...