તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PM મોદીના આગમન સ્થળનું નિરીક્ષણ કરી સૂચના અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
19મી જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દાદરા નગર હવેલીમાં બીજી વખત આગમન થવા જઈ રહ્યુ છે. જેના સંદર્ભે સાયલી ખાતે પ્રસાશક પ્રફુલ પટેલે મુલાકાત લીધી હતી. અને ત્યા ચાલી રહેલ દરેક કામગીરીનુ નિરીક્ષણ કર્યું હતું. સાથે અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ પણ આપ્યા હતાં. આ અવસરે પ્રસાશકના સલાહકાર એસ.એસ.યાદવ, મુખ્ય વન સંરક્ષક કે.રવિચંદ્રન, કલેકટર કન્નન ગોપીનાથન, આઇજી બી.કે.સીંગ, શિક્ષા સચિવ પુજા જૈન, પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, આરડીસી રાકેશ મિન્હાસ, શિક્ષણ વિભાગના ડાયરેક્ટર સલોની રાય, સ્વાસ્થ્ય નિર્દેશક ડો.વી.કે.દાસ, ઇન્ચાર્જ એક્ઝીક્યુટીવ ઈજનેર કે.બી.વાળંદ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...