તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડી કલસરથી દારૂ ભરેલી સેન્ટ્રો કાર ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી પોલીસે ગત રાત્રીએ પૂર્વ બાતમી આધારે કલસર આમળી ફળીયા ખાતે નાકા બંધી કરી દારૂ ભરેલી સેન્ટ્રો કાર ઝડપી પાડી હતી.પરંતુ કારમાં સવાર ખેપીયો ભાગવામાં સફળ રહ્યો હતો.

કલસર આમળી ફળીયા ખાતેથી જીજે 15 ડી ડી 3974 નંબરની સેન્ટ્રો કાર દારૂ ભરી પસાર થવાની હોવાની બાતમી પારડી પોલીસને મળતા તેમણે કલસર આમળી ફળિયાના માર્ગે નાકા બંધી ગોઠવી હતી નાકા બંધીમાં ખેપિયાની કાર ફસાઈ જતા કાર ચાલક કાર મૂકી ભાગવા લાગ્યો હતો જેનો પોલીસે પીછો કર્યો હતો પરંતુ અંધારું હોવાથી પોલીસને ખેપિયાને પકડવામાં સફળતા મળી ન હતી.પોલીસ ને કાર માંથી બિયર વીશકી ની બાટલી નંગ 456 જેની કિંમત રૂ 30.000. નો દારૂ હાથ લાગ્યો હતો.દારૂ અને કાર મળી પારડી પોલીસે 1.30 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...