તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે વલસાડ- વાપીને અલગ શહેર મામલતદાર કચેરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારે 1 લાખથી વધુ વસતી ધરાવતી ગુજરાતની અ વર્ગની 18 નગરપાલિકાઓમાં શહેર મામલતદાર કચેરી ઊભી કરવાનો નિર્ણય લીધો છે.આ નવી મામલતદાર કચેરીઓ શહેરો માટે કાર્યરત કરવા પરિપત્ર બહાર પાડી કલેકટરથી લઇ ઉચ્ચ અધિકારીઓને મહેસુલ વિભાગે રવાના કરી દીધાં છે.જેમાં જિલ્લામાં વલસાડ અને વાપી નગરપાલિકા વિસ્તારનો પણ સમાવેશ કરાયો છે.

નગરપાલિકાઓના શહેરી વિસ્તારમાં વસતા શહેરીજનો દ્વારા

...અનુસંધાન પાના નં. 02

શહેરને અલાયદી કચેરીથી તાલુકા મામલતદાર કચેરીમાં ધસારો ઘટશે
નવા મહેકમ માટે વહીવટી મંજૂરી આપી
મહેસુલ વિભાગે પાલિકા વિસ્તારમાં મામલતદાર કચેરી તાત્કાલિક શરૂ કરવામાં કોઇ વિલંબ ન થાય તેનું ધ્યાન રાખ્યું છે. દરેક કલેકટરોને શહેર મામલતદાર કચેરી માટે મામલતદાર વર્ગ-2,નાયબ મામલતદાર વર્ગ-3, સર્કલ ઓફિસર (નાયબ મામલતદાર વર્ગ-3),કારકૂન વર્ગ-3 અને પટાવા‌ળાનું મહેકમ ઉભું કરવા વહીવટી મંજૂરી પણ આપી દીધી છે.

સરકારે શહેર મામલતદાર કચેરી ઉભી કરવા સાથે તાલુકા મામલતદાર કચેરીમાં અરજદારોનો ધસારો ઓછો થશે.તાલુકામાં સરેરાશ 80 થી વધુ ગામોના અરજદારોના કામના નિકાલ માટેની સતત કાર્યવાહીમાં શહેરી વિસ્તારના અરજદારોના કામો ખોરંભ પડે કે વિલંબિત થાય તેવા સંજોગોમાં હવે શહેર મામલતદાર કચેરીના કારણે તાલુકા મામલતદાર કચેરીનું ભારણ પણ ઘટશે અને અરજદારોના કામો ઝડપથી થશે.

વલસાડ- વાપી મામલતદાર કચેરીનો સ્ટાફ
વલસાડ અને વાપીમાં 1-1 માલતદાર, 2-2 નાયબ માલતદાર,1-1 સર્કલ ઓફિસર,3-3 કારકૂન અને પટાવાળા સહિતનો મહેકમ રહેશે

મહેકમમાં આ મામલતદારો હશે
નવા મહેકમમાં મામલતદાર વર્ગ-2ની જગ્યા નાણાં વિભાગ અને માહિતી પ્રસારણમાંથી તબદિલ થઇને પરત આવેલા મામલતદાર (નાની બચત) તથા મામલતદાર,મનોરંજન કરની રદ થયેલી જગ્યાઓ સામે ભરાશે.

વર્ગ-3ની જગ્યા બઢતી અથવા ફિક્સ પગારે
વલસાડ અને વાપી પાલિકામાં વર્ગ-3માં નાયબ મામલતદારો અને સર્કલ ઓફિસર તથા કારકૂનના મહેકમમાં બઢતીથી જો આવનાર હોય તો તેમને મૂકવા તેવું જણાવાયું છે.જ્યારે તેમ ન હોય તો સરકારના નીતિ નિયમો મુજબ ફિક્સ પગારે ભરતી કરવી.

અન્ય સમાચારો પણ છે...