તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નલિયા 7.7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, નવસારીમાં 7.8

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષા બાદ રાજ્યમાં રવિવારે મોડી સાંજથી શરૂ થયેલા બર્ફીલા પવનના કોલ્ડવેવનું જોર વધ્યું છે. જેને કારણે અમદાવાદ સહિત મોટાભાગનાં શહેરોમાં મહત્તમ-લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શહેરમાં ધુમ્મસની ચાદર પણ છવાઈ ગઈ હતી. એક જ દિવસમાં અમદાવાદના લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં 2.7 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. 7.7 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ. જ્યારે નવસારીમાં 7.8 ડિગ્રી જેટલી ઠંડી નોંધાઈ હતી. છેલ્લાં ત્રણ દિવસો દરમિયાન ઠંડા પવનોનું જોર ઘટતાં રવિવારે અમદાવાદમાં મહત્તમ-લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટી હતી.મહત્તમ તાપમાન 27.4 ડિગ્રીથી 2.7 ડિગ્રી ગગડીને 24.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 13.2 ડિગ્રીથી 3.0 ડિગ્રી ગગડીને 10.2 ડિગ્રીએ પહોંચતાં શહેરમાં સવારથી જ ઠંડકમાં વધારો થયો હતો. હજુ બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે.

7.7 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડું શહેર
અમદાવાદ 10.2

નલિયા 7.7

નવસારી 7.8

વલસાડ 8.6

ગાંધીનગર 9.0

ડીસા 9.4

કંડલા એ. 10.0

વિદ્યાનગર 10.9

રાજકોટ 11.3

વડોદરા 11.4

સુરેન્દ્રનગર 11.4

અમરેલી 12.5

ભુજ 12.4

ભાવનગર 13.4

અન્ય સમાચારો પણ છે...