તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેડિક્લેમ કૌભાંડ ઃ ડૉ. ઈન્દિરા નણંદ સાથે DCBમાં હાજર થઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ ગ્રાહકોની જાણ બહાર તેમના નામે ખોટા બિલો ડોક્યુમેન્ટ્સ રજૂ કરીને ઈશ્યોરન્સ કંપનીમાંથી મેડિક્લેમ પાસ કરાવી બારોબાર નાણાં ચાંઉ કરતી ટોળકીની મુખ્ય સૂત્રધાર ને સ્મીમેર મેડિકલ કોલેજની પ્રોફેસર ઈન્દિરા ખેડકર (રહે. ગ્રીન વિકટર, ભીમરાડ રોડ, મૂળ રહે. નંદૂરબાર) અને નણંદ ગાર્ગી તમાલકાન્તિ દાસ (રહે. વિન્સા નાહાર અમ્રિત શક્તિ, ચાંદીવલી ફાર્મ, અંધેરી, મુંબઈ, તેમજ પાર્ક મેન્શન્સ, કોલકાતા)ની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.

ઈન્દિરા ખેડકરની નણંદ મુંબઈમાં સોફ્ટવેર ટ્રેનિંગ આપે છે. આ બંને ઠગ મહિલાઓ હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી કરી હતી. ડીસીબીએ 140 પાનાંના પુરાવા સહિતના ડોક્યુમેન્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યા હતા. હાઈકોર્ટએ કેટલીક શરતોને આધીન બંને આગોતરા મંજૂર કર્યા હતા. સરકારી નોકરી કરતી ગાર્ગી શાહુએ સરકારીની 4-4 વીમા કંપનીઓ સાથે કરોડો ખંખેર્યાની વાતો બહાર આવી છે. અત્યાર સુધીમાં ગાર્ગી શાહુ વર્ષ 2012થી 2017 સુધીમાં 150થી વધુ ઈશ્યોરન્સ કંપનીમાં ક્લેમ કરીને 5 વર્ષમાં 9થી 10 કરોડની ઠગાઈ કર્યાની વાત બહાર આવી છે. ડીસીબીએ ઈન્દિરાના ઘરેથી કુરિયરની રિસિપ્ટ સહિતના ડોક્યુમેન્ટો કબજે કર્યા હતા. મેડિક્લેમ પાસ કરાવવાના આંતરરાજ્ય કૌભાંડમાં આ ટોળકી ભુવનેશ્વર, કોલકાતા, સુરત સહિત3 જગ્યાએ સક્રિય. ટોળકીએ 17 લાખના 27 ક્લેમ જુદા-જુદા રાજ્યોમાં 27 બોગસ હોસ્પિટલોની સ્ટેશનરીનો ઉપયોગથી કર્યા હતા. જેમાં 14 ક્લેમ ન્યૂ ઈન્ડિયા ઇશ્યોરન્સ કંપનીના છે.

ઘટના શું હતી | સેલવાસાના વીમા ગ્રાહક મેહુલ શાહના ફોન પર મેસેજ આવ્યો છે. તેમની મેડિક્લેમ પોલિસીમાં તેમની પત્ની મેઘાના નામથી રૂ.76846નો ક્લેમ મંજૂર થયાનું કહ્યું હતું. પત્નીએ આવો કોઈ ક્લેમ મૂકેલી ન હોવા છતાં ક્લેમ મંજૂર થયા બાદ ઈન્દિરાનું કૌભાંડ બહાર આવ્યું હતું. ધુલીયામાં ક્લેમની રકમ ભૂષણ ધોળે ખાતામાં બાદમાં નેટ બેંકિંગથી ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી SBI અંધેરીમાં ગાર્ગીના ખાતામાં નાણાં ટ્રાન્સફર થયા હતા. ગાર્ગી શાહુ, ગૌતમ શાહુ, ઈન્દિરા ખેડકર, વર્ષા વાઘ, જય ઘેટિયા સામે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...