તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરીગામ હોસ્પિટલમાં મેડિકલ એજ્યુકેશન સેમિનાર યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|રોટરી શૈક્ષણિક અને તબીબી સેવા સહાયક મંડળ સંચાલિત રોટરી સરીગામ હોસ્પિટલ ખાતે ગુરુવારે સરીગામ તથા ભીલાડ ખાતે જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટરો માટે CME પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. મુખ્ય વક્તા તરીકે રોટરી સરીગામ હોસ્પિટલના આંખ ના ડો.વિનય મિશ્રા અને ટીબી,દમ અને ફેફસાંના ડો. ચિંતન પટેલ હાજર રહ્યા હતા. વક્તાઓએ પોતાના વિષય અંતર્ગત માહિતી આપી હતી. આ પ્રસંગે ટ્રસ્ટ પ્રમુખ ડો.સુરેન્દ્રસિંહ પરમાર, સેક્રેટરી વિરેન્દ્ર ગુરુજી, કોર કમિટીના સભ્યો,રોટરી પ્રમુખ રો.ભરત જાની, સેક્રેટરી દેવાંગ દીક્ષિત અને હોસ્પિટલના ડોક્ટર્સ તથા સ્ટાફે હાજરી આપી હતી. આભારવીધી ડો.જયેશ દીક્ષિતે કરી હતી. સંચાલન રિયાઝ ઘાંચી, બિપીન ભંડારી તથા હોસ્પિટલના સ્ટાફે કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...