તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડીમાં રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પોલીસની ટીમ સાથે મેચ રમાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|પારડી કુમારશાળામાં ભાજપની પ્રીમિયર લીગ કમળ કપ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ પોલીસ અને યુવા ભાજપ મોરચા વચ્ચે રમાઈ હતી. જેમાં પોલીસની ટીમ વિજેતા બની હતી. મીડિયાકર્મી અને પારડી ભાજપ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં મીડિયાએ ભાજપ ટીમને હરાવી હતી. જયારે બે વિજેતા થયેલી ટીમ પોલીસ અને મીડિયા વચ્ચે રમાઈ હતી. જેમાં પોલીસની ટીમે 6 ઓવરમાં 29 રન બનાવ્યા હતાં. જેના જવાબમાં મીડિયાની ટીમે 30 રન બનાવી મેચ જીતી લીધી હતી. મિડિયાની ટીમ સામે પોલીસ, શહેર ભાજપ સંગઠનની ટીમનો પરાજય થયો હતો. શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, વિજય શાહ પોલીસ તેમમાં પીએસઆઇ આર.જે. ગામીત અને મિડિયાકર્મીઓએ ઉત્સાહભેર મેચમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...