તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Dharampur News Manojbhai Chaudhary Of Madhedvi Faliya Of Baroliya Village Of Dharampur 023003

ધરમપુરના બારોલિયા ગામના મધળદેવી ફળીયાના વૈભવ મનોજભાઈ ચૌધરી ગત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના બારોલિયા ગામના મધળદેવી ફળીયાના વૈભવ મનોજભાઈ ચૌધરી ગત શુક્રવારે સાંજે ભાઈ રાજ ચૌધરી સાથે સ્કૂટર પર ધરમપુરથી બારોલિયા જઈ રહ્યા હતા.ત્યારે હાથીખાના ડીએનપી સ્કૂલ પાસે સ્કૂટર સ્લીપ થઇ ત્યાં ઉભેલા નિલેશ દશરથભાઈ, અમિત દશરથભાઈ અને અન્ય ઇસમ બંને ભાઈઓને વિના કારણે માર મારવા લાગ્યા હતા.

આ ઘટના સમયે આજુ બાજુના લોકો ભેગા થઈ જતા ત્રણે ધમકી આપી જતા રહ્યા હતા. આ અંગેની લેખિત ફરિયાદ વૈભવ ચૌધરીએ અત્રેના પોલીસ મથકે આપી હતી.પોલીસે હાથીખાના ડીએનપી સ્કૂલ પાછળના રહીશ નિલેશ દશરથભાઈ રાઠોડ,અમિત દશરથભાઈ રાઠોડ અને દશરથભાઈ જાન્યાભાઈ રાઠોડની અટક કરી કરી હતી.

જોકે આ બનાવને લઈ શનિવારે સવારથી આશરે બાર વાગ્યા સુધી હાથીખાના વિસ્તારના દુકાનદારોએ સ્વંયભુ બંધ પાળ્યો હતો. બંધ દરમિયાન નગરમાં કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તેમાટે પોલીસ બંદોબસ્ત મુકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...