તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં ફિડબેક મેળવવા સોશ્યિલ મીડિયામાં લિન્ક પોસ્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છતા સર્વેક્ષણ-2019ના રેન્કિંગમાં શહેરીજનોની છાતી ગજગજ ફુલે તેવા આશયથી ગૌરવપૂર્ણ સન્માન મેળવવા સફાઇ અભિયાનને આગળ ધપાવાય રહ્યું છે.વલસાડ પાલિકાએ શહેરમાં ઠેરઠેર સ્વચ્છતાના હોર્ડિંગ્સો,વોલ પેઇન્ટિંગ, સ્વચ્છતા અવેરનેસના સૂત્રો, સફાઇ,ડોર ટુ ડોર કચરાનો ઉપાડ,શૌચાલયોની સ્વચ્છતા,સ્લમ વિસ્તારનું બ્યુટિફિકેશન જેવા અનેક કામો ઝડપી બનાવી સર્વેક્ષણ માટે મહત્તમ સિટીઝન્સ ફીડબેક આપવા સ્વચ્છ સર્વેક્ષણ સિટીઝન ફીડબેક લિન્ક પોસ્ટ કરવાની કવાયત શરૂ કરી છે.

રાજ્ય સરકારે સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ 100માં આવવા માટે રાજ્યની 10 નગરપાલિકાઓની પસંદગી કરી ફંડ આપવાનું નક્કી કર્યું જેમાં વલસાડ પાલિકાનો પણ સમાવેશ કરાયો છે.આમ સરકારે પણ વલસાડના શહેરીજનોને ઉચ્ચ રેન્કિંગનું ગૌરવ મળે તે માટે રસ દાખવ્યો છે.પ્રમુખ પંકજ આહિર,ઉર્મિ દેસાઇ,સોનલ સોલંકી સહિત ગણતરીના સભ્યો,પાલિકા ચીફ ઓફિસર જે.યુ.વસાવાની રાહબરીમાં સફાઇ કર્મચારીઓની ટીમે તમામ શક્તિ કામે લગાડી શહેરમાં સફાઇ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.હવે જાન્યુઆરીમાં ગમે ત્યારે સર્વેક્ષણ ટીમના સરવેયરો શહેરની મૂલાકાતે આવનાર છે ત્યારે પાલિકાએ શહેરીજનોને સર્વેક્ષણની સિટીઝન ફીડબેક લિન્ક મોકલી વધુમાં વધુ હકારાત્મક ફીડબેક આપવા અપીલ કરી છે.શહેરીજનોના સોશ્યિલ મીડિયા ગ્રુપમાં આ એપ મોકલવામાં આવી રહી છે.શહેરના નાગરિકો,સામાજિક સંસ્થાઓના ગૃપ પણ આ સિટીઝન ફીડબેક અભિયાનમાં જોડાઇ જશે તો સ્વચ્છ સર્વેક્ષણ-2019માં પાલિકાની મહેનત રંગ લાવશે.

આ લિન્ક ક્લિક કરી શહેરીજનો હકારમાં પોતાના અભિપ્રાયો આપી શકે છે
વલસાડ નગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણ-2019માં શહેરને ગૌરવ પ્રદાન કરાવવા માટે શહેરીજનોને સોશ્યિલ મીડિયાના માધ્યમથી લિન્ક જારી કરી છે.જે એપ ડાઉનલોડ કરી હકારાત્મક ફીડબેક આપવા અપીલ કરી છે.લિન્ક આ છે.https://swachhsurvekshan2019.org/CitizenFeedback

શહેરના નાગરિકો હકારાત્મક ફીડબેક આપે તો વધુ ગુણ મળશે
સ્વચ્છ સર્વેક્ષણ-2019માં વલસાડવાસીઓને ગૌરવની લાગણી થાય તેવી નેમ સાથે સિટીઝન ફીડબેક લિન્ક તૈયાર કરાઇ છે.જેને ક્લિક કરી વધુમાં વધુ હકારાત્મક ફીડબેક આપવા નાગરિકોને સોશ્યિલ મીડિયા ગ્રુપ સહિત મિત્રવર્તુળમાં મોકલવા જણાવ્યું છે.મોટી સંખ્યામાં હકારમાં ફીડબેક અપાશે તો સર્વેક્ષણમાં શહેરને સન્માનજનક રેન્કિંગ મળવામાં મદદ મળશે. જે.યુ.વસાવા,ચીફ ઓફિસર,વલસાડ

અન્ય સમાચારો પણ છે...