• Vapi News - latest vapi news 040629

સર્વેક્ષણમાં જિલ્લા આરોગ્ય કેન્દ્ર 6 પરથી 27માં ક્રમે, ઘણી એન્ટ્રી બાકી હોવાનું બહાનું

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:06 AM IST
Vapi News - latest vapi news 040629
ભાસ્કર ન્યુઝ.વાપી | દેશના વિવિધ રાજયમાં વિવિધ સરકારી સેવાકિય ક્ષેત્રોનો નીતિ આયોગ દ્વારા ઓકટોબર 2018માં સર્વે કરવામાં આવ્યો હતો.જેમાં વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની આરોગ્ય લક્ષી સેવાઓ અને વિશિષ્ટ કામગીરી કરવામાં પાછળ રહ્યો છે. કુલ 34 જિલ્લામાં વલસાડ જિલ્લાનો ક્રમ 27મા આપવામાં આવ્યો છે. અન્ય જિલ્લાની તુલનાએ વલસાડ જિલ્લામાં ત્રણ માસમાં બાળમૃત્યુદર, રસીકરણ, કૃપોષણ જેવા 14 માપદંડોના આધારે કરાયેલા સર્વેક્ષણમાં પાછળ રહ્યો છે.

બાળમૃત્યુદર, રસીકરણ, કૃપોષણ જેવા 14 માપદંડોના આધારે કરાયેલા સર્વેક્ષણમાં જિલ્લાને નંબરો આપવામાં આવ્યા છે

નીતિ આયોગના વિશિષ્ટ માપદંડ આરોગ્ય ક્ષેત્રે ધ્યાને લેવાય છે.જેવા કે માતૃ મરણ આંક, બાળમૃત્યુદર, રસીકરણ, કુપોષણ, રોગચાળો, પાણી જન્યબિમારી, કુંટુબ નિયોજન સહિતની 14 કામગીરીઓને ધ્યાને રાખીને ક્રમાંક આપવામાં આવે છે.આ ઉપરાંત આરોગ્ય વિભાગની વિવિધ કામગીરી ધ્યાને લેવામાં આવે છે. તે આધારે આરોગ્ય ક્ષેત્રે સારી સેવામાં આપવામાં દાહોદ આરોગ્ય વિભાગ પ્રથમ સ્થાને રહ્યું છે. જયારે વલસાડ જિલ્લાનો 27મો ક્રમ આપવામાં આવ્યો છે. કુલ 34 જિલ્લામાંથી વલસાડ જિલ્લાનો 27મો ક્રમ આવતાં આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થઇ રહ્યાં છે. અન્ય જિલ્લાઓની તુલનાએ આરોગ્યલક્ષી ક્રમમાં વલસાડ જિલ્લો પાછળ રહ્યો છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કપરાડા અને ધરમપુર તાલુકામાં આરોગ્યલક્ષી કામગીરી સારી ન હોવાથી રાજયમાં વલસાડનો ક્રમાંક પાછળ આવ્યો છે. જો કે આરોગ્ય ક્ષેત્રે વલસાડનો નંબર પાછળ આવતાં કલેકટરે આરોગ્ય અધિકારીઓને ટકોર કરી હોવાની પણ માહિતી મળી રહી છે.

આ મુદાઓને આધારે નંબર અપાય છે ωω

માતૃ મરણ આંક બાળમૃત્યુદર રસીકરણ કુપોષણ રોગચાળો પાણી જન્યબિમારી કુંટુબ નિયોજન સહિતની 14 માપદંડોમાં શ્રેષ્ઠ કામગીરી કયા જિલ્લાએ કરી છે અને કયો જિલ્લો પાછળ છે જેના આધારે ક્રમાંક આપવામાં આવે છે. દર ત્રણ માસે આરોગ્યની કામગીરીમા આધારે જિલ્લાના ક્રમાંકો પણ બદલાતા રહે છે.

સીધી વાત| અનિલ પટેલ, વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી સાથે સીધી વાત

તાજેતરના સર્વેક્ષણમાં વલસાડનો ક્રમ આવ્યો છે ωω?

- જી હા 34 જિલ્લામાંથી 27ક્રમ વલસાડ જિલ્લાને આપવામાં આવ્યો છે.

કયા ક્ષેત્રમાં આરોગ્યની કામગીરી નબળી રહી છે? ωω

- દિવાળીની રજાને લઈ એન્ટ્રી પાડી ન હતી, જેથી વલસાડનો ક્રમાંક પાછળ આવ્યો.

રાજયમાં વલસાડનો ક્રમાંક આગળ આવે તે માટે શું આયોજન કરાશે ? ωω

જ. એન્ટ્રીમાં સુધારો થવાથી હવે પછી વલસાડ જિલ્લાનો ક્રમ આગળ આવશે.

X
Vapi News - latest vapi news 040629
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી