મુખ્યમંત્રી વિજય રૂપાણી 12 ડિસેમ્બરે ઉદ્યોગોના પ્રશ્નો અંગે એક અભિવાદનના કાર્યક્રમમાં નવી જાહેરાતો કરવાના છે. જે પૂર્વે વાપી વીઆઇએના પ્રતિનિધિ મંડળ અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં વાપી હાઉસિંગના બોર્ડના મકાનો માટે તાકીદના ધોરણે રિ-ડેવલોપપેન્ટ પોલીસી અમલમાં મુકવા અંગેની માગ કરી હતી. આ ઉપરાંત નાના ઉદ્યોગોને ચુકવવાની થતી બાકી રકમ મુદ્દે વન ટાઈમ સેટલમેન્ટ યોજના લાગુ કરવા સહિત અનેક પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વાપી વીઆઇએના પ્રમુખ પ્રકાશ ભદ્રા, પારડી ધારાસભ્ય અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ, એડવાઇઝરી બોર્ડના મેમ્બર મિલન દેસાઇ અને પ્રતિનિધિ મંડળે શુક્રવારે મુખ્યમંત્રી સાથે વન ટુ વન બેઠક યોજી હતી. જેમાં વાપી ઉદ્યોગોના વર્ષો જુના પ્રશ્નો અંગે વીઆઇએ પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેમાં નોટિફાઇડમાં કરોડોનો ટેક્ષ અને વ્યાજ માફી આપવા રજુઆત કરવામાં આવી હતી. જયારે વાપી હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના કારણે વર્ષમાં મોટી ઘટનાઓ બની રહી છે. જેથી બોર્ડના મકાનો માટે તાકીદના ...અનુસંધાન પાના નં. 2