• Vapi News - latest vapi news 040610

બિહાર સિમરીયામાં મોરારી બાપુનો પ્રયોગ 108 ઘરોનું શૌચાલય સાથે નિર્માણ

ઘરોની સાથે ગરીબ પરિવારને ગાયોનું પણ દાન કરાશે

DivyaBhaskar News Network | Updated - Dec 09, 2018, 04:06 AM
Vapi News - latest vapi news 040610
બિહાર રાજ્યમાં બેગુ સરાઈ પાસેના સિમરીયા ગામે વિશાળ મંડપ- વ્યવસ્થા ધરાવતી, જ્યાં રોજ હજારો ગામડી શ્રોતાઓ ઉમટે છે તેવા પ્રસિદ્ધ હિન્દી કવિ સ્વર્ગસ્થ રામધારીસિહ દિનકરજીના જન્મ સ્થાનકે પરમ પૂજ્ય રામચરિતમાનસના ઉપાસક શ્રી મોરારી બાપુના કંઠે 'માનસ આદિકવિ' રામ કથા પ્રવાહિત થઈ રહી છે તેના આઠમા દિવસે ભરપૂર શ્રોતાગણ વચ્ચે બાપુએ એક પ્રયોગ તરીકે ટહેલ નાખી જેને આયોજક અને લાખો શ્રોતાઓએ જય શ્રી રામના નારા ૩ વાર બોલીને ત્રણ વખત હાથ ઊંચા કરી અનુમોદન આપ્યું જે જોઇ-સાંભળી બાપુ ભાવવિભોર બની ગયા હતા.

મહાન કવિ રામધારીસિહ દિનકરના સુપુત્ર કેદારનાથસિંહ-ધર્મપત્ની કલ્પનાસિહ અને પૌત્ર રીત્વિક દ્વારા પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય થયું હતું સાન્સદ રઘુવીર પ્રસાદસિહે રામ ચરિત મિશ્રિત સુંદર વાતો કરેલી કે માજી રાજ્યપાલ પ્રખર કોંગ્રેસી ડૉ. કરણસિંઘ પણ વ્યાસપીઠને નમન કરવા પધારી ફૂલના બદલે પિંક કલરની મોટી ત્રણ નોટ (ચલણ) પોથીને અર્પણ કરી ગયા હતા જે જોઈ બાપુને પણ આશ્ચર્ય થયું હતું. શનિવારની કથા પ્રારંભે બાપુએ પહેલ કરી કે સિમરીયાની બિનવિવાદિત આ પંડાલવાળી જગામાં 108 એક ઓરડો રસોડુ શૌચાલયયુક્ત ઘરો બનાવો અને તેમાં વંચિત તરછોડાયેલાને વસાવો જે દરેક ઘરે એક ગાય પણ પાલન કરવા માટે આપો. 109મું સિમરેશ્વર મહાદેવનુ મંદિર બનાવો સાથે આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક શાળા પણ આજ પરિસરમાં નિર્માણ થાય. આદિ કવિ રામધારી સિંહજીની સ્મૃતિને હંમેશા જીવંત રાખવા માટે તલગાજરડા તરફથી બાપુએ પ્રથમ તુલસીદલ રૂ.11 લાખનુ અર્પણ કર્યુ હતું. આયોજક રામ ભક્ત બીપીનભાઇને આગળની વ્યવસ્થા કરવા માટે જવાબદારી સોંપી હતી. આ યોજના પૂરી થતા લોકાર્પણ માટે હું સ્વયમ જરૂરથી પાછો સિમરીયા આવીશ, જે જાહેરાતને શ્રોતાઓએ ત્રણ વખત જયશ્રીરામ બોલી વધાવી હતી.

X
Vapi News - latest vapi news 040610
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App