• Vapi News - latest vapi news 040600

રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરી જમીનને પ્રદુષણથી બચાવો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટીએ ખેરલાવમાં વિશ્વ જમીન દિવસની ઉજવણી

DivyaBhaskar News Network | Updated - Dec 09, 2018, 04:06 AM
Vapi News - latest vapi news 040600
વૈશ્વિક સ્તરે જમીન પ્રદુષણની સમસ્યાની ગંભીરતાને અનુલક્ષીને વર્ષ 2018માં ઇન્ટરનેશનલ યુનિયન ઑફ સોઇલ સાયન્સિસે (આઈયુએસએસ) 5મી ડિસેમ્બરે “BE THE SOLUTION TO SOIL POLLUTION” અંતર્ગત વિશ્વ જમીન દિવસની ઊજવણી કરવામાં આવી હતી. વલસાડ જીલ્લાના ખેડૂતો જમીન પ્રદુષણ અંગે જાગૃત બની તેને અટકાવવાનો પ્રયત્નો કરે તે હેતુસર અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને વલસાડ જીલ્લા ખેતીવાડીના સંયુક્ત ઉપક્રમે પારડીના ખેરલાવ ગામે વિશ્વ જમીન દિવસની ઊજવણી થઇ હતી જેમા 250 જેટલા ખેડુતોએ હાજરી આપી હતી.

અંભેટીના વૈજ્ઞાનિક કમલેશ પટેલ દ્વારા વિશ્વ જમીન દિવસ ઊજવણીનો હેતુ સમજાવી રૂપરેખા આપી હતી. કેન્દ્રના જમીન વૈજ્ઞાનિક લલિત કપુરે જમીન પ્રદુષણ અને તેની માનવ સ્વાસ્થ્ય પર થતી આડઅસરો અંગે વિસ્તૃત સમજ આપી તેને અટકાવવા સેન્દ્રિય ખેતી અપનાવવા ખેડુતોને સમજાવ્યા હતાં. પ્રાદેશિક ફળ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, પરીયાના વડા તથા સંશોધન વેજ્ઞાનિક ડૉ. ડી. કે. શર્માએ ખેડુતોને આંબાના પાકમાં ન્યુનતમ રસાયણો વાપરવા સમજ આપી હતી. મદદનીશ ખેતી નિયામક કેતન કોરાટે ખેતીવાડી ખાતાની સજીવ ખેતી યોજનાઓનો ખ્યાલ આપ્યો હતો. જીએસએફસીના પીન્કી પટેલે રાસાયણિક ખાતરો પ્રમાણસર વાપરવા જમીન ચકાસણી અંગે માર્ગદર્શન આપ્યુ હતું. અંભેટીના વૈજ્ઞાનિક અરવિંદ પટેલે ખેડુતોને સજીવ ખેતી અપનાવવા સમજાવ્યા હતાં. ઊજવણીમાં કેન્દ્રના જમીન વૈજ્ઞાનિક લલિત કપુરે મીની સોઇલ ટેસ્ટીંગ કીટનુ મેથડ ડેમો બતાવી ખેડુતોને જમીન ચકાસણી કરાવવા પ્રોત્સાહિત કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અંબાચ ગામના ખેડૂત શંકરભાઇ તથા ઉત્તમભાઇ, કૌશિકભાઇ, મુકેશભાઇ અને રાકેશભાઇએ જહેમત ઉઠાવી હતી.

X
Vapi News - latest vapi news 040600
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App