Vapi News - latest vapi news 040557

વિહિપ સહિત હિન્દુ સંગઠનોએ રામ મંદિર માટે સાંસદનો સહયોગ માગ્યો

Divyabhaskar.com | Updated - Dec 09, 2018, 04:06 AM

દમણ-વલસાડના કાર્યકરોએ સાંસદને આવેદન આપ્યું

  • Vapi News - latest vapi news 040557
    વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ હેતું સાંસદમાં વિધેયક પસાર કરીને રામ મંદિરનો માર્ગ મોકળો કરવા માટે પ્રયાસ થઇ રહ્યા છે. અા ઉપલક્ષ્યમાં શુક્રવારે દમણ અને વલસાડના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તથા અન્ય હિન્દુ સંગઠનો એકત્ર થઇને દમણ દીવના સાંસદને આવેદન પત્ર પાઠવીને સહયોગ માગ્યો હતો.

    યુવા નેતા અને કાર્યક્રમના સંયોજક નવીનભાઇ પટેલ અને અજીતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં સભાના સાંસદ લાલુભાઇ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમા આગામી સાંસદ સત્રમાં રામ મંદિરના સમર્થનમાં પોતાનો પક્ષ રાખવા માટે અપીલ કરાઇ હતી. આ દરમિયાન સાધુ સંતો તથા કથાકાર મેહુલ જાની તથા આચાર્ય સંજય મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. વિહિપના સમર્થનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલદાદા, ડીએમસી કાઉન્સીલર ખુશમન ઢીંમર, દમણ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ, નવીન પટેલ, ભાજપ પ્રવક્તા વિશાલ ટંડેલ અને મજીદ લાધાણી સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. રામ જન્મભૂમી અને બાબરી મસ્જીદનો મામલો વર્ષોથી અધરમાં છે એવા સંજોગમાં સાંસદમાં વિધેયક પાસ કરીને નવો કાયદો બનાવીને રામ મંદિર બનાવવા માટે પ્રયાસ કરવામાં આવે એવી માગ વિહિપ દ્વારા સાંસદના માધ્યમથી કરવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From

Trending

વીડિયો વધુ જુઓ