• Vapi News - latest vapi news 040548

આખરે સગીરા પર સામુહિક દુષ્કર્મ કરનારા 4 સામે ફરિયાદ

ડુંગરા પોલીસે ફરિયાદ ન લેતા પરિવાર SP પાસે ગયું હતું

DivyaBhaskar News Network | Updated - Dec 09, 2018, 04:05 AM
Vapi News - latest vapi news 040548
અંબાચ ગામે એક સગીરાને લગ્નની લાલચ આપી 4 નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યો હતો. 7 માસનો ગર્ભ રહી જતા આ અંગે પરિવારજનોને જાણ થઇ હતી. જે અંગે જીલ્લા એસપી સામે રજૂઆત કરતા વાપી ડુંગરા પોલીસે ચારેય નરાધમો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી આગળની હાથ ધરી હતી.

પારડી તાલુકાના અંબાચ ગામે રહેતી 14 વર્ષીય સગીરા સાથે 4 ઇસમોએ મિત્રતા કેળવી અવારનવાર દુષ્કર્મ ગુજારતા તેને 7 માસનો ગર્ભ રહી ગયો હતો. જેથી પરિવારના માથે આભ તૂટી પડ્યુ હતું. છેલ્લા ઘણા દિવસથી અવારનવાર દુષ્કર્મ આચર્યા હોવાનું આક્ષેપ પરિજનોએ જીલ્લા એસપી સામે કરી હતી. અગાઉ સમાજમાં બદનામી ન થાય તે માટે પ્રથમ સરપંચ અને આગેવાનોને સાથે રાખી અંભેટી ગામે એક બેઠક યોજાઇ હતી. જ્યાં ઇસમોના પરિજનો સમક્ષ સગીરા સાથે લગ્ન કરી લેવાનો પ્રસ્તાવ મૂકાતા તમામના વાલીએ જવાબદારી લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જેથી ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવવા જતા આરોપીઓના વાલીઓએ 24 કલાકની મુદત માગી હતી. તે છતાં કોઇ જવાબ ન મળતા આખરે જીલ્લા એસપીને રજૂઆત કરી તમામ સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધવા અપીલ કરાઇ હતી. શનિવારે ડુંગરા પોલીસે 4 આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

X
Vapi News - latest vapi news 040548
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App