• Vapi latest vapi news 040202

લઘુશંકા કરવા ઉભેલા વાપીના લેબર કોન્ટ્રાક્ટર ઉપર ફાયરિંગ

Vapi - latest vapi news 040202

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:02 AM IST
વાપી જીઆઇડીસીની કંપનીમાં લેબર કોંટ્રાક્ટર તરીકે કામ કરતા યુવક ઉપર લઘુશંકા કરતી વખતે બાઇક પર આવેલા બે ઇસમો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. પેટના ભાગે ગોળી વાગતા તે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઇજાગ્રસ્તે પોલીસના નિવેદનમાં જણાવ્યુ છે કે, થોડા વર્ષ અગાઉ તેની કાર એક મિત્રને આપ્યા બાદ તેનો હપ્તો ન ભરતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેની અદાવતને લઇ તેણે આ હુમલો કરાવ્યા હોવાનું કોંટ્રાક્ટરને શક છે.

વાપી ચણોદ માનસી કોમ્પ્લેક્ષમાં રહેતા બ્રિજેશ રામ સિંગએ બુધવારે રાત્રે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, દિવાળીના દિવસે જીઆઇડીસી સરદાર ચોક સ્થિત રવેશિયા કોમ્પ્લેક્ષમાં આવેલી ઓફિસમાં દીવા કરવા માટે તેઓ મોટા ભાઇ યોગેશ જયપ્રકાશ સિંગ સાથે બ્રેઝા કાર નં.જીજે-15-સીજી-6333માં ઘરથી નીકળ્યા હતા. બાયર ફેક્ટરીવાળા રોડ ઉપર જતી ...અનુસંધાન પાના નં. 2

X
Vapi - latest vapi news 040202
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી