• Vapi - latest vapi news 040157

વાપી સ્ટેશને ગુડ્સ ટ્રેન નીચે પડતું મુકી યુવકનો આપઘાત

અચાનક ધસી આવી ટ્રેક પર સૂઈ ગયો

DivyaBhaskar News Network | Updated - Nov 11, 2018, 04:02 AM
Vapi - latest vapi news 040157
રેલવે સ્ટેશનના દક્ષિણી છેડા ઉપર મંગળવારે સાંજે પોણા સાત વાગ્યે અપ લાઇન ઉપર ગુડસ ટ્રેનની નીચે પડતું મુકીને 30 વર્ષના યુવકે આપઘાત કર્યો હતો. રેલવે પોલીસના જણાવ્યા મુજબ અપ લાઇન ટ્રેન ઉપર ટ્રેન આવતા જ અચાનક યુવક ક્યાંકથી ધસી આવીને ટ્રેક ઉપર જ સુઇ જતા કપાઇ ગયો હતો. આ બનાવ અંગે રેલવે માસ્તરે જીઆરપીને જાણ કરતા જ તાત્કાલિક પોલીસ બનાવના સ્થળે પહોંચીને લાશનો કબજો લઇ પીએમ માટે મોકલી આપી હતી. શરીરે મજબૂત બાંધો અને રંગે ઘઉં વર્ણીય અને કાળા કલરના પેન્ટ પહેરેલા મૃતક યુવકની હજુ સુધી ઓળખ થઇ શકી નથી. વધુ તપાસ વાપી જીઆરપીના જમાદાર સાદીકભાઇ કરી રહ્યા છે. વાપી સ્ટેશન વિસ્તારમાં ટ્રેન અડફેટ અને પડતું મુકવાના બનાવ વધ્યા છે.

X
Vapi - latest vapi news 040157
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App