• Vapi latest vapi news 040148

રેંટલાવમાં કાર અકસ્માત બાદ પરિવાર ઉપર હુમલો કરાયો, 4 ને ઇજા પહોંચી

Vapi - latest vapi news 040148

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:01 AM IST
ઉદવાડાના રેંટલાવગામે ગુરૂવારે રાત્રે દમણથી પૂરઝડપે આવતી કારના ચાલકે એક રીક્ષાને અથડાવી દેતા રીક્ષા આગળ ઊભેલી અન્ય કાર સાથે અથડાતા મામલો ગરમાયો હતો. કારમાં સવાર પારડી ચંદ્રપુરના માંગેલા પરિવાર ઉપર દમણના કાર ચાલક સહિત અન્ય ઇસમોએ હુમલો કરતા મામલો પારડી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યા અંદાજે 200થી વધુ લોકોનું ટોળું પહોંચીને આરોપીની ધરપકડ કરવાની માગ કરી હતી.

પારડીના ચંદ્રપુર સ્થિત માંગેલવાડમાં રહેતા કલ્પેશ ગુણવંતભાઇ માંગેેલા સહપરિવાર સાથે ગુરૂવારે પોતાની નવી કાર લઇને મુંબઇ સ્વાધ્યાય પરિવારના કાર્યક્રમમાં ગયા હતા. ગુરૂવારે સાંજે તેઓ મુંબઇથી કારમાં વાયા દમણ થઇને પરત થઇ રહ્યા હતા ત્યારે ઉદવાડાના રેંટલાવગામે મામા સ્ટોર્સની સામે દમણથી પૂર ઝડપે આવતી કાર નંબર જીજે15-સીએ - 4000ના ચાલકે આગળ ઉભેલી એક રીક્ષા સાથે કારને અથડાવી દીધી હતી. કારની ટકકરથી રીક્ષા આગળ ઊભેલી કલ્પેશ માંગેલાની કાર સાથે અથડાય ગઇ હતી. ફરિયાદી કાર ચાલક કલ્પેશ તથા તેમનો નાનો ભાઇ ભાવિન કારમાંથી ઉતરીને અકસ્માત કરનાર સ્વિફટ કારમાં સવાર અંદાજે 40 વર્ષીય યુવક કે જેણે કેશરી કલરની ટી શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરી હતી તેની પાસે પહોંચીને નુકશાનીના રૂપિયાની માગણી કરી હતી. જે બાબતે બોલાચાલી થઇ હતી જોકે, કારમાં સવાર અન્ય ઇસમોએ લાકડાના ફટકાથી કલ્પેશ અને તેના ભાઇ ઉપર હુમલો કરી દીધો હતો. આ મારામારીમાં બચાવવા જતા કલ્પેશની પત્ની ધર્મિષ્ઠા વચ્ચે પડતા તેમના ઉપર પણ હુમલો કરાયો હતો. કારમાં સવાર સાસુ વહુ અને બે ભાઇઓ ઉપર થયેલા હુમલામાં તેમને ઇજા પહોંચતા પારડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

પારડી ચંદ્રપુરમાં રહેતા અને રેતીનો વ્યવસાય કરનાર કલ્પેશ માંગેલા ઉપર હુમલો કરાયો હોવાની વાતને લઇને અંદાજે 200થી વધુ યુવકોનું ટોળું પારડી પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયું હતું. ચંદ્રપુરના રહીશોએ કલ્પેશ અને તેમના પરિવાર ઉપર હુમલો કરનારા તમામ આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માગણી કરી હતી. બીજી તરફ દિવાળીના તહેવાર હોવાથી મામલો વધુ ગંભીર ન બને એ માટે પારડી પોલીસે સ્વીફ્ટ કારમાં સવાર તમામ આરોપી સામે આઇપીસી 323 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

X
Vapi - latest vapi news 040148
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી