• Vapi - latest vapi news 040143

વાપીની કંપનીમાં બ્લાસ્ટ 1નું મોત, 1 સારવાર હેઠળ

ટેંકરમાં પ્રવાહી ભરતી વેળા પંપ તૂટતા ઘટના બની

DivyaBhaskar News Network | Updated - Nov 11, 2018, 04:01 AM
Vapi - latest vapi news 040143
વાપી જીઆઇડીસીની એક કંપનીમાં ટેંકરમાં લિક્વીડ ભરતી વખતે ટેંકરના પાછળના ભાગનો પંપ તૂટી જવાથી બ્લાસ્ટ થયો હતો. જેમાં બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. બંનેને હોસ્પિટલમાં લઇ જતા ફરજ પર હાજર તબીબે એકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે એક ઇજાગ્રસ્ત સારવાર માટે દાખલ કરાયો હતો.

વાપી જીઆઇડીસી થર્ડ ફેસ સ્થિત હીરમ્ભા ઇંડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં કામ કરતા નીરજકુમાર જુગેશ યાદવ ઉ.વ.28 અને પ્રકાશ લઘુ વાઘ ઉ.વ.42 શુક્રવારે બપોરના સમયે ડેલ્ટા ટેક્નીકલ પ્લાંટમાં કંપનીનો તૈયાર માલ બાયપ્રોડક્ટ હાઇડ્રોજન બમબાઇટ લિક્વીડ ટેંકર નં.જીજે-12-ડીવી-1782માં પાઇપથી ભરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ટેંકરના પાછળના ભાગનો પંપ તૂટીને નીચે પડી જવાથી બ્લાસ્ટ થતા બંને કામદારોને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેથી તાત્કાલિક કંપનીના માણસો બંને કામદારોને કંપનીની ગાડીમાં વાપીની હરિયા હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે છીરીમાં રહેતા કામદાર નીરજકુમાર જુગેશ યાદવને મૃત જાહેર કર્યો હતો. જ્યારે પ્રકાશ લઘુ વાઘને પ્રાથમિક સારવાર આપી દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં કંપનીની બેદરકારી છે કે નહીં તે અંગે વધુ તપાસ વાપી જીઆઇડીસી પીએસઆઇ જે.જી.મોડ કરી રહ્યા છે.

X
Vapi - latest vapi news 040143
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App