• Vapi latest vapi news 040134

દારૂડિયા સાથે લગ્ન કરવા ના પાડતા યુવતીના પિતાને માર્યો

Vapi - latest vapi news 040134

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:01 AM IST
નાની દમણ ખાતે રહેતા વિષ્ણુ મંગુ ધોડીએ શુક્રવારે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, વાપી બલીઠા દાંડીવાડ ખાતે રહેતા તેમના સાળા જીતેન્દ્ર ઉત્તમભાઇ પટેલનું બીમારીના કારણે 29 ઓક્ટોબરના રોજ મોત થયું હતું. ધાર્મિક વિધિ માટે તેઓ ગુરૂવારે પત્ની કલાવતીબેન સાથે બલીઠા ખાતે તેમના સાળાના ઘરે આવ્યા હતા. શુક્રવારે સગા સંબંધીઓ સાથે ઘરની બહાર બેસેલા હતા. તે દરમિયાન રાત્રિના સમયે બલીઠા દાંડીવાડમાં રહેતા ભૌતિક ઉર્ફે બાબુ અર્જુન પટેલ અને જીગ્નેશ ઉર્ફે લાલુ ચંદુ પટેલ તેમની પાસે આવી બોલાચાલી કરી ગાળો બોલવા લાગ્યા હતા. જે માટે ના પાડી ત્યાંથી ચાલી જવા કહેતા બંનેએ ઢીકમુકીનો માર મારવાનો શરૂ કર્યો હતો. ત્યારબાદ જીગ્નેશે વિષ્ણુભાઇને પકડી લેતા ભૌતિકેે હાથમાં પત્થર લઇ તેમના માથાના ભાગે મારવાનું શરૂ કરતા સાળી નયનાબેન સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ત્યારબાદ તેઓ નયનાબેનને ધક્કો મારી જમીન ઉપર પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વિષ્ણુભાઇએ પોલીસને જણાવ્યુ હતું કે, તેમની છોકરી ખુશ્બુની સગાઇ બાબુભાઇ ઉર્ફે ભૌતિક અર્જુન પટેલની સાથે એક વર્ષ અગાઉ થઇ હતી. ભૌતિક દારૂ પીવાની ટેવવાળો હોય અને તેની ચાલચલગત સારી ન હોય આ સગાઇ તોડી દઇ લગ્ન માટે તેમણે ના પાડી હતી. જેની અદાવત રાખી તેણે તેના સાગરીત સાથે મળી વિષ્ણુભાઇને માર માર્યો હતો.

X
Vapi - latest vapi news 040134
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી