• Vapi latest vapi news 040130

દમણ સોમનાથની દુકાનમાં આગ લાગતા દોડધામ

Vapi - latest vapi news 040130

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:01 AM IST
દમણના સોમનાથ સર્કલ નજીક આવેલી દુકાનમાં શુક્રવારે સવારે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પાવર સપ્લાય બંધ ન થતા આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને પડોશની દુકાનમાં પણ આગની ઝપેટમાં આવી હતી.

દમણના મુખ્ય માર્ગ ઉપર સોમનાથ સર્કલ નજીક આવેલી રેડીમેઇડ ગારમેન્ટના સ્ટોરમાં સવારે શોર્ટ સરકીટ અથવા અન્ય કોઇ કારણોસર આગ ફાટી નીકળી હતી. આગના બનાવ અંગે દમણ ફાયર બ્રિગ્રેડને જાણ કરાતા તાત્કાલિક ચાર ફાયર ફાયટર બનાવના સ્થળે પહોંચી ગઇ હતી. જોકે, પાવર સપ્લાય બંધ ન થવાના કારણે ફાયર ફાયટરને આગ બુઝાવવામાં સમય નીકળી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું જેને લઇને પડોશમાં આવેલી અન્ય ત્રણથી ચાર દુકાન પણ ઝપેટમાં આવી હતી. આગ માત્ર શોર્ટ સરકીટથી લાગી હતી કે પછી તેમાં રાખેલા ફટાકડાથી લાગી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

X
Vapi - latest vapi news 040130
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી