• Valsad News - latest valsad news 040526

ડુંગરીમાં યુવતી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરનાર યુવક ઝડપાયો

મોં દબાવી ખેતરમાં લઈ જઈ બળજબરીનો પ્રયાસ કર્યો હતો

DivyaBhaskar News Network | Updated - Dec 09, 2018, 04:05 AM
Valsad News - latest valsad news 040526
વલસાડના ડુંગરી નજીકનાં એક ગામમાં નવસારી કોલેજથી પરત ફરતી કોલેજીયન યુવતી શીતલ (નામ બદલ્યું છે) ઉં.વ 19 શુક્રવારે સાંજે સાડા પાંચેક વાગ્યે ડુંગરી ને.હા-48 પર બસ માંથી ઉતરી પોતાના ઘરે પગપાળે જઈ રહી હતી.તે દરમ્યાન ડુંગરી નજીકનાં એક ગામ માંથી પસાર થતી વખતે એક અજાણ્યા ઈસમે યુવતીનો પીછો કરી પાછળથી પકડી પાડી મોં દબાવી રોડની બાજુમાં આવેલ ખેતરમાં લઈ જઈ બળજબરી કરવાનો પ્રયાસ કરતાં યુવતીએ બુમાબુમ કરતાં રોડ પરથી પસાર થતાં મોટરસાઈકલ પર સવાર બે યુવાનો આવી જતા બળજબરી કરનાર ઈસમ ખેતર તરફ ભાગી ગયો હતો.

ડુંગરી ને.હા-48 પર બસ માંથી ઉતરી નજીકનાં ગામમાં આવેલ પોતાના ઘરે જઈ રહેલ શિતલને બળજબરીથી પકડી મોં દબાવી અજાણ્યા ઈસમે રોડની બાજુમાં આવેલ ખેતરમાં યુવતીને સુવડાવી બિભત્સ માંગણી કરતાં અજાણ્યા યુવાનના સંકજા માંથી છૂટી યુવતી બુમાબુમ કરતાં રોડ પરથી પસાર થતાં મોટરસાઈકલ પર સવાર બે યુવાન સહિત રાહદારીઓ દોડી આવતાં બળાત્કારનો પ્રયાસ કરનાર ઈસમ બાજુમાં આવેલ નદી તરફના ખેતરોમાં ભાગી ગયો હતો.ડુંગરી પોલીસનો સંપર્ક સાંધતા ગણતરીની મિનિટોમાં જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી નદી તરફના ખેતરોમાં પહોંચી જઈ આરોપી યુવાનને દબોચી પાડી જેલનાં સળીયા પાછળ ધકેલી દઈ તપાસનાં ચક્રો ગતિમાન કર્યો હતાં.

યુવતીએ સમગ્ આપવીતીની જાણ પોતાના પરિવારને જણાવતાં યુવતીએ બળજબરી કરનાર યુવક વિરુદ્ધ ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

X
Valsad News - latest valsad news 040526
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App