• Valsad News latest valsad news 040522

વલસાડના વલંડી ગામેથી શેરડી ભરીને ફેક્ટરીમાં જતાં એક ટ્રેક્ટરના

Valsad News - latest valsad news 040522

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:05 AM IST

વલસાડના વલંડી ગામેથી શેરડી ભરીને ફેક્ટરીમાં જતાં એક ટ્રેક્ટરના પંખા ઉપર બેઠેલો મજૂર એકાએક નીચે પડી જતાં બોગીના પાછળના પૈંડામાં આવી જતાં તેનું મોત નિપજ્યું હતું. જે અંગે ટ્રેક્ટરના ડ્રાઈવરે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મોટી કચવાલ ગામે રહેતો ડ્રાઈવર ઉમેશ મોહન પટેલ શનિવારે રણજીત દેવરા બહાત્રે અને રાજુ સનદ પવાર સાથે ટ્રેક્ટર લઈને ફૂલવાડી શેરડી ભરવા ગયા હતાં. ત્યાંથી શેરડી ભરીને વલસાડ સુગર ફેક્ટરી માં ખાલી કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન વલંડી સ્મશાનભૂમિ પાસે રસ્તામાં બમ્પર આવતાં ટ્રેક્ટર ડ્રાઈવર ઉમેશ પટેલે બ્રેક મારકતાં તેની બાજુમાં પંખા ઉપર બેઠેલો મજૂર રણજીત દેવરા બહાત્રે નીચે પટકાયો હતો. જેથી રણજીત ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના વ્હીલ માં આવી ગયો હતો. જેને લઈ તેને માથામાં અને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જે અંગે ડ્રાઈવર ઉમેશ પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

X
Valsad News - latest valsad news 040522
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી