• Valsad News - latest valsad news 040511

11.7 ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડું, વલસાડમાં 13.6 ડિગ્રી

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:05 AM IST
Valsad News - latest valsad news 040511
બે દિવસથી શરૂ થયેલાં ઠંડા પવનોથી રાજ્યનાં વિવિધ શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. તેમજ આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની શક્યતા છે. શનિવારે રાજ્યમાં 11.7 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી.

હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, છેલ્લાં બે દિવસથી શરૂ થયેલાં ઠંડા પવનોથી શુક્રવારે રાત્રે ઠંડીનો ચમકારો વધ્યો હતો, તેમજ શનિવારે ઠંડા પવનોનું જોર યથાવત રહેતાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર ન થવા છતાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. ઠંડા પવનોની અસરથી રાજ્યનાં 10 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. જેમાં નલિયામાં 11.7 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી.

ત્યારબાદ, પોરબંદર અને મહુવા- 12.5, અમરેલી- 13.1, વલસાડ-13.6, ડીસા- 13.9, રાજકોટ- 14.6, દીવ અને કંડલા એરપોર્ટ- 14.8, સુરત- 15.2 તેમજ ગાંધીનગરમાં 15.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

X
Valsad News - latest valsad news 040511
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી