Valsad - latest valsad news 040102

અટગામમાં દંપતિ ખેતરે ગયું ને તસ્કરો 3.80 લાખ ચોરી પલાયન

Divyabhaskar.com | Updated - Nov 11, 2018, 04:01 AM

વલસાડ નજીકના અટગામ ખાતે રહેતું એક દંપતી દિવસે પોતાના ખેતરે ખેતીકામ માટે ગયું હતું. જેનો લાભ ઉઠાવી ધોળે દહાડે...

  • Valsad - latest valsad news 040102
    વલસાડ નજીકના અટગામ ખાતે રહેતું એક દંપતી દિવસે પોતાના ખેતરે ખેતીકામ માટે ગયું હતું. જેનો લાભ ઉઠાવી ધોળે દહાડે તેમના બંધ મકાનમાં અંદર ઘૂસી કબાટ માં મૂકેલા રોકડા રૂ.3,80 લાખની ચોરી કરી ગયાનો બનાવ રૂરલ પોલીસ મથકે નોંધાયો છે.

    અટગામના પાટાતળાવ ફળિયામાં રહેતા નાનુભાઈ મોહનભાઈ પટેલ શાકભાજીનો ધંધો કરે છે. તેઓ રોજ ખેરગામથી શાકભાજી ભરી વલસાડમાં લાવી હોલસેલનો ધંધો કરી રહ્યા છે. ઉપરાંત ધંધા સિવાય તેઓ ખેતીકામ પણ કરે છે. મોટો દિકરો ડુંગરીની બોલપેન કંપની માં કામે જાય છે, જ્યારે નાનો દિકરો ધો.12માં ભણી રહ્યો છે. ધણી-ધણીયાણી સવારે ઘર બંધ કરી પોતાનાખેતરે ખેતીકામ માટે ગયા હતા. જે સમયનો લાભ ઉઠાવી કોઈ જાણભેરૂ ધોળે દહાડે તેમના બંધ ઘરમાં અંદર ઘૂસી કબાટમાં મૂકેલા રોકડા રૂ.3 લાખ 80 હજારની ચોરી કરી ગયા હતા. ગત 6 ઓક્ટો. થી 3 નવે.સુધીના સમળગાળામાં થયેલી આ મોટી ચોરી અંગે નાનુભાઈ પટેલને તેમના ફળિયામાં રહેતા લોકો સામે જ શંકા છે. જે અંગે પોલીસમાં પણ ફરિયાદમાં જણાવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From

Trending

વીડિયો વધુ જુઓ