• Valsad - latest valsad news 040050

વતનમાં ગયેલા રેલવેના નિવૃત કર્મચારીને ત્યાં તસ્કરોના ધામા

અબ્રામાના મકાનમાં 1.30 લાખની ચોરી

DivyaBhaskar News Network | Updated - Nov 11, 2018, 04:00 AM
Valsad - latest valsad news 040050
દિવાળીની રજાઓમાં પોતાના વતન ગયેલા એક નિવૃત રેલકર્મીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના દાગીના અને રોકડા મળી કુલ રૂ.1.30 લાખની ચોરી કરી ગયા હોવાનો બનાવ સિટી પોલીસ મથકે નોંધાયો છે.

અબ્રામાના પોલીસ હેડક્વાર્ટર પાસે એક બંગલામાં રહેતા નિવૃત રેલ કર્મી પોસ્ટીન કરવાલો વેકેશનને લઈ પોતાના પરિવાર સાથે ગત 5મી થી 8 નવે. સુધી પોતાના વતન ગયા હતા. જે દરમિયાન કોઈ તસ્કરોએ તેનો લાભ લઈ બંધ ઘરને નિશાન બનાવી રૂ.1લાખ કિંમતની સોનાની બે ચેઈન અને રોકડા રૂ.30 હજાર મળી કુલ રૂ.1,30 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ કરી રહી છે.

X
Valsad - latest valsad news 040050
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App