Valsad - latest valsad news 040046

કિક્રેટના ઝઘડામાં નાનાભાઈને ધમકી બાદ વચ્ચે પડેલા મોટાભાઈની નળિયું મારી હત્યા

Divyabhaskar.com | Updated - Nov 11, 2018, 04:00 AM

વલસાડ ઉંટડીમાં પાડોશી યુવકે તારા બેટથી માથું ફોડવાની ધમકી આપી હતી

  • Valsad - latest valsad news 040046
    વલસાડ નજીક આવેલા ઉંટડી ગામે રહેતો અને બોટમાં ફિશિંગનું કામ કરતા યુવાનના માથામાં વિલાયતી નળિયાનો પ્રહાર કરી મોતને ઘાટ ઉતારી દેતા આ પંથકમાં ચકચાર જાગી હતી. ઉંટડીના વાંગરા ફળિયા નજીક ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવા ગયેલા નાનાભાઇને ક્રિકેટ નથી રમવાનું, તારા જ બેટથી માથું ફોડી નાંખીશ તેવી પડોશના જ યુવાને ધમકી આપતા વચ્ચે પડેલા મોટાભાઇ ઉપર પણ ઉશ્કેરાઇ નળિયાથી જીવલેણ હુમલો કર્યો હતો. ...અનુસંધાન પાના નં. 2

    માતાએ બુમો પાડી, નવીન શિરીષને મારી નાંખશે

    ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઝઘડો થયા બાદ નવીન રાઠોડ શિરીષના પાછળ ગયો હતો.જ્યાં તેણે શિરીષના માથામાં નળિયાથી જીવલેણ હુમલો કરતાં જિજ્ઞેશની માતા મીનાબેને હાંફળી થઇને દોડ લગાવી નાના પૂત્રને મદદ માટે બોલાવવા કાલુ જલ્દી આવ નવીન રાઠોડ શિરીષને મારી નાંખશે તેવી બુમો પાડી હતી.જિજ્ઞેશે તરત આવી જોતા શિરીષ માથાના ભાગે લોહિલુહાણ હાલતમાં નીચે ઢળી પડેલો જોવા મળ્યો હતો.મીનાબેને પૂત્ર જિજ્ઞેશને હકીકત દર્શાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From

Trending

વીડિયો વધુ જુઓ