• Valsad latest valsad news 040039

વલસાડ મોગરાવાડીમાં 6 વર્ષની બાળકી સાથે પડોશી યુવકનું દુષ્કર્મ

Valsad - latest valsad news 040039

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:00 AM IST
વલસાડના પરા વિસ્તાર એવા મોગરાવાડીની ચાલીમાં રહેતી એક માસૂમ બાળા શુક્રવારે હેવાનિયતનો શિકાર બની હતી.પડોશી યુવકે બાળાને સંડાસમાં પૂરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બનતાં ભાઈબીજના દિવસે લોકોમાં ચકચાર મચી ગઈ હતી. આ અંગેની ફરિયાદ સિટી પોલીસ મથકે નોંધાતાં પોલીસે પોસ્કોનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોગરાવાડીના એક વિસ્તારની ચાલી માં પોતાની માતા સાથે રહેતી એક 6 વર્ષીય માસૂમ બાળા સાથે શુક્રવારે ભાઈબીજના પવિત્ર તહેવારે અઘટીત ઘટના ઘટી હતી. આ બાળા બપોરે તેના ઘરની બાજુમાં આવેલા સંડાસમાં ગઈ હતી. જેવી તે અંદર ગઈ તરત જ ત્યાં બાજુમાં ઉભો રહેલો આલોક રામ અવતાર મિશ્રા રહે.રઘુનાથ યાદવ ની ચાલ, હનુમાન ...અનુસંધાન પાના નં. 2

આરોપી આલોક મિશ્રા ટ્રેનમાં ચા-કોફી વેચે છે

મોગરાવાડીની એક બાળા સાથે દુષ્કર્મ આચરનારો નરાધમ આલોક મિશ્રા કેટલાય સમયથી હનુમાન ફળિયામાં રઘુનાથ યાદવની ચાલીમાં રહે છે. ઉપરાંત તે ટ્રેનોમાં ફરી ચા-કોફીનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

X
Valsad - latest valsad news 040039
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી