• Valsad - latest valsad news 040029

માતૃમરણ અને બાળમરણને અટકાવવા સગર્ભા બહેનોને કડાઈ- ભાજીનું વિતરણ

ભાસ્કર વિશેષ

DivyaBhaskar News Network | Updated - Nov 11, 2018, 04:00 AM
Valsad - latest valsad news 040029
ધનતેરસ એટલે માત્ર ધનનો જ તહેવાર નહિં, પરંતુ આપણું સાચું ધનતો આપણું સ્વાસ્થ્ય જ છે.શાસ્ત્રોમાં પણ મૂળ સ્વરૂપે આરોગ્ય સ્વસ્થ નિરોગી તન-મન એજ સાચી મૂડી છે. દિવાળીના મંગળ પર્વમાં સૌથી મોઘેરૂં પર્વ એટલે ધનતેરસ. આ શુભ અવસરે ધનવંતરી પૂજાના પ્રસંગે વલસાડ નજીકના ગોરગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક નવતર પ્રસંગ અનોખી રીતે ઉજવાયો હતો.

ગામની ગરીબ સગર્ભા બહેનોને આ પ્રસંગે ખાસ લોખંડની કડાઈ અને મેથીની ભાજીનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. ગોરગામ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બગીચામાં ત્યાંના તબીબી અધિકારી ડો.રાધિકા ટીક્કુ દ્વારા શાકભાજીની સજીવ ખેતી કરાય છે. સગર્ભા માતાઓને વર્ષોથી વિનામૂલ્યે મેથીનીભાજીનું વિતરણ કરાય છે. ડો.ટીક્કુના જણાવ્યા મુજબ મેથીની ભાજીમાં પુષ્કળ લોહતત્વ હોય છે અને જો એના શાક ને લોખંડની કડાઈમાં બનાવાય તો આર્યન માત્રા ખૂબજ વધી જાય છે. જે પાડુંરોગ નાથવામાં અક્સીર ઈલાજ સાબિત થાય છે.

ભારતમાં સગર્ભાઓમાં પાડુંરોગનું પ્રમાણ વધુ

સામાન્યરીતે ભારતભરમાં સગર્ભા માતાઓમાં પાંડુરોગનું પ્રમાણ અને માત્રા વધુ જોવા મળે છે. ક્યારેક આ રોગ સગર્ભાઓ માટે અતિ જોખમી બની શકે છે. જેનાથી ગર્ભસ્થ શિશુના વિકાસમાં અનેક અંતરાયો ઉભા થાય છે.પાડુંરોગ એ માતામરણ અને બાળમરણ સાથે સીધેસીધો સંકળાયેલો છે. ડો.રાધિકા ટીક્કુ, તાલુકા હેલ્થ ઓફિસર, વલસાડ

X
Valsad - latest valsad news 040029
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App