Valsad - latest valsad news 040004

કુંડીમાં વિદ્યાર્થીઓને પુસ્તકો અને શિષ્યવૃત્તિ વિતરણ કરાશે

Divyabhaskar.com | Updated - Nov 11, 2018, 04:00 AM

News - વલસાડ તાલુકાના કુંડી જલારામ મંદિરના પટાંગણમાં ધારાસભ્ય ભરતભાઇ પટેલની ઉપસ્થિતિમાં જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા 14...

  • Valsad - latest valsad news 040004
    વલસાડ તાલુકાના કુંડી જલારામ મંદિરના પટાંગણમાં ધારાસભ્ય ભરતભાઇ પટેલની ઉપસ્થિતિમાં જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા 14 નવેમ્બર,બુધવારે ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો અને શિષ્યવૃત્તિ વિતરણ તથા દિવ્યાંગો,નેત્રહિન તથા અશક્તોને અન્ન તથા વસ્ત્રદાનનું આયોજન કરાયું છે.ટ્રસ્ટના પ્રમુખ રામુ પટેલ, ઉપપ્રમુખ ચંદ્રકાન્ત પટેલ અને મંત્રી ધનસુખ પટેલે જણાવ્યા મુજબ દરવર્ષની જેમ આ વર્ષે પણ આર્થિક પછાત વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ફંડ ઉભું કરાશે. ઉદ્યોગપતિ મલ્લિકાબેન મોહનભાઇ પટેલ, પાટીદાર દિનકરભવનના પ્રમખ ભીખુભાઇ પટેલ, વલસાડના આર્કિટેક્ટ એન્જિનીયર એન્ડ સ્ટ્રકચર ડિઝાઇનર રષેશ મહેતા તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From

Trending

વીડિયો વધુ જુઓ