તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીલાડવાળા બેન્કમાં ચૂંટણી મામલે હાઇકોર્ટમાં 16 જાન્યુઆરીની મુદ્દત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરદાર ભીલાડવાળા બેંકના મેનેજિંગ ડિરેકટર તથા ઓનર સેક્રેટરીના પદ માટે યોજાયેલી ચૂંટણીની કાર્યવાહી મામલો લાંબા સમયથી કોર્ટ કેસ ચાલી રહ્યાં છે. ભાજપના ડિરેકટરોના દાવાઓ મામલે હાઇકોર્ટમાં 16 જાન્યુઆરીની મુદ્ત પડી છે. જયારે નોમીનીઝ કોર્ટમાં 28 જાન્યુઆરીની મુદ્ત પડી છે.

સતત મુદ્ત પડતાં હવે આ કેસનો ઝડપથી ઉકેલ આવે તેવી સંભાવના ઓછી છે. ભાજપે પુન: બેન્કમાં સત્તા મેળવવી કઠિન સાબિત થઇ રહી છે.

દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય સરદાર ભીલાડવાળા બેંકમાં 13 એપ્રિલે બોર્ડની મિટિંગમાં ચેરમેન, મેનેજિંગ ડિરેકટર તથા ઓનર સેક્રેટરીના પદ માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં વિવાદ થતાં ભાજપના 5 જેટલા ડિરેકટરે અલગ અલગ દાવાઓ બોર્ડ ઓફ નોમીની કોર્ટમાં દાખલ કર્યા હતા. આ દાવાઓ મામલે અત્યાર સુધીમાં હાઇકોર્ટમાં અનેક વખત સ્ટે આવ્યો છે. હાઇકોર્ટમાં સ્ટે મળવાથી નોમીનિઝ કોર્ટમાં પણ સુનાવણી આગળ થઇ રહી નથી. જેના પરિણામે ભાજપના ડિરેકટરોના કેસનો નિકાલ આવતો નથી. તાજેતરમાં હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટમાં 16 જાન્યુઆરી સુધીની મુદ્ત પડી છે. જયારે નોમીનિઝ કોર્ટમાં 28 જાન્યુઆરીની મુદ્ત છે. કો-ઓપ્ટ ડિરેકટરોની મુદ્ત પૂર્ણ થાય ત્યાં સુધી આ કેસનો નિકાલ આવવાની સંભાવના ઓછી છે. ભાજપે સત્તા મેળવવવા હજુ પણ રાહ જોવા પડશે એવું લાગી રહ્યું છે. ભાજપના નેતાઓમાં પણ નિરાશા જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...