તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Pardi News Invitation To Stalled Accidental Streets At A Distance Of Five Feet From The Highway In Pardi 031200

પારડીમાં હાઇવેથી બે પાંચ ફુટના અંતરે આડેધડ ઉભા થયેલા સ્ટોલો અકસ્માતોને આમંત્રણ રૂપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી નજીક નેશનલ હાઇવે નં 48 ઉપર વાપીથી પારડી જવાના માર્ગે ઉબાડિયુના સ્ટોલો ચાલી રહ્યા છે તે જ રીતે વાપીથી વલસાડ તરફ જતાં હાઇવેના છેડે ધાબળા અને ગરમ વસ્તુ વેચતાં કેટલાક વેપારીઓએ તેમના સ્ટોલો ઉભા કરી દીધા છે. બંને તરફ હાઇવેથી માત્ર બે પાંચ ફૂટના અંતરે એટલે કે હાઇવેને અડીને આ સ્ટોલો ચાલી રહ્યા છે. ખાણી-પીણીના શોખીનો તેમજ ખરીદી કરવા માટે હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકો હાઇવે પર જ તેમની કાર અને ટ્રક જેવા વાહનો પાર્ક કરી સ્ટોલોની મુલાકાતે પહોચે છે હાઇવે પર થતાં આવા આડેધડ પાર્કિંગના કારણે મોટા અકસ્માત થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

પારડીથી વાપી તરફજવાના માર્ગે ચાલી રહેલા ઉબાડિયાંના સ્ટોલો તો મુખ્ય હાઇવે અને સર્વિસ રોડની વચ્ચેના ભાગે ચાલી રહ્યા છે જે સ્ટોલો પર તો બંને તરફથી ખતરો મંડાયેલો છે. જોકે આ સ્ટોલો માત્ર ઉબડિયાની સિઝનના ત્રણ ચાર મહિના જ ચાલે છે. તેમ છતા સ્ટોલની મુલાકાતે આવતા શોખીનો તેમજ સ્ટોલ સંચાલકોની જાનની સલામતીનો સવાલ છે. ત્યારે હાઇવે ઓથોરેટી તંત્રએ ગંભીરતા પૂર્વક વિચાર કરી આ સ્ટોલ ધારકોબે હાઇવેથી સલામત અંતરે ઘસેડવા તરફ ધ્યાન આપવું જોઈએ જેવી સમયની માંગ ઉઠી છે.

હાઇવે પેટ્રોલિંગ- ટ્રાફિક પોલીસના આંખ આડા કાન
હાઇવે પર લોકોની સલામતીની જ્વાબદારી માટે આઈઆરબીની પેટ્રોલીંગ વાન જોવા મળતી હોય છે આ સાથે જિલ્લા ટ્રાફિક પોલીસ પણ હાઇવે પર સલામતી માટે સતત પેટ્રોલીંગ કરતી હોય છે તેમ છ્તા આ બંને આંખ આડા કાન કરી હાઇવે પર અકસ્માતોને આમંત્રણ આપતા સ્ટોલો સામે કાર્યવાહી કેમ નથી કરતી.

અન્ય સમાચારો પણ છે...