તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોઈમામાં ખેડૂતનું ઘર તોડી પાડી બે શખ્સે તાર ખૂંટા ઉભા કરી લીધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોઈમાં ગામે આવેલી ખેડૂતની એક જમીનમાં પરિયા અને ગોઈમાંના બે શ્ખ્શો બુધવારના રોજ જેસીબી એ મજૂરને લઈ આવી ખેડૂતને ધમકી આપી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ખેડૂતનું કાચું મકાન તોડી પાડ્યુ હતું અને જમીનના ફરતે તાર ખૂંટા કરી ગેટ લગાવી તાળું મારી દેતા ખેડૂતે પારડી પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

પારડી તાલુકાના ગોઈમાગામે વાઘઇ ફળિયા હેતા મોહનભાઈ ઢેડિયાભાઈ પટલે ગોઈમાં ગામે આવેલી સર્વે નં 789ω/ પૈકી વાળી જમીન વર્ષ 1990માં પરિયા લાંઘીય ફળિયા ખાતે રહેતા રઘુભાઈ મનજીભાઈ પાસે 99 વર્ષના પટ્ટા ઉપર ખરીદી કરી હતી જે બાદ મોહનભાઈ આ જમીનમાં કાચું મકાન બનાવી આંબા અને ચીકુ રોફી ખેતી કરતાં હતા.

ગત બુધવારના રોજ મોહનભાઈ તેની પત્ની મણિબેન અને વહુ જયશ્રીબેન સાથે તેમની જમીનમાં ખેતી કામ કરતાં હતા ત્યારે સવારે પરિયા લાંઘીય ફળિયા ખાતે રહેતા સંજુ લક્ષમણભાઈ પટેલ અને ગોઈમાં મોટા ફળિયા તળાવપાળ પાસે રહેતા કાળીદાસ નાનુંભાઈ કો પટેલ કેટલાક મજૂરો ને જેસીબી લઈ આવી આ ખેતર માથી નીકળી જાવ નહીં તો જાનથી મારી નાંખીશુંની ધમકી આપી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેમનું કાચું મકાન જેસીબી વડે તોડી પાડ્યું હતું અને જમીન ફરતે તાર ખૂંટા કરી દરવાજો ફિટ કરી તાળું મારી દીધું હતું. આ સાથે બંને ઇસમોએ આ જમીનમાં પગ મુકશો તો જાનથી મારી નાંખીશની મોહનભાઈને ધમકી આપી હતી જેથી મોહનભાઈએ પોલીસને ફોન કરી તેડાવ્યા હતા અને સંજુ અને કાળીદાસ વિરુધ્ધ ફરિયાદ નોધાવી હતી

અન્ય સમાચારો પણ છે...