તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Nanapondha News In Front Of The Sister In Front Of The Sister The Truck Turned Back On Her Brother39s Head 032645

અંભેટીમાં બહેનની નજર સામે જ ભાઇનાં માથા પરથી ટ્રક ફરી વળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપરાડા તાલુકાના અંભેટી ગામે ગુરૂવારેે સવારે બાઇક ઉપર જતાં ભાઈ બહેનને માટી ભરી જતી ટ્રકે અડફતે લેતા ટ્રકના પાછળના ટાયર માં આવી જ્યાં 16 વર્ષીય ભાઈ નું બહેનની નજર સમક્ષ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટના બાદ ટ્રક લઈને ભાગી ગયેલ ચાલક માટી ખાલી કરી ટ્રક લઇ પોલીસ મથકે પહોંચી ગયો હતો.

કપરાડા તાલુકાના અંભેટી ગામે આહીર ફળીયા માં રહેતા અમૃત ભાઈ પટેલનો પુત્ર અજય અને તેની બહેન સેજલ બંને સ્પેલન્ડર બાઇક ઉપર સવાર થઈ જઇ રહ્યા હતા ત્યારે પટેલ ફળીયા પંચાયત સામે સાદડવેરી તરફ જતા માર્ગમાં વણાંકમાં માટી ભરી આગળ ચાલતી ટ્રકના ચાલકે ટક્કર મારતા બંને ભાઈ બહેન નીચે પટકાયા હતા અને ટ્રક નંબર જી જે 15 વાય વાય 9165 ના પાછળ ના ટાયર માં આવી જતા અજય ના માથાના ભાગે ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે કરુંણ મોત થયું હતું જોકે ઘટના બનતા માટી ભરેલી ટ્રક લઈ ટ્રક ચાલક ત્યાં થી ફરાર થઈ ગયો હતો જે બાદ સ્થાનિકો એકત્ર થઈ ગયા બાદ સેજલ ને થયેલ ઇજાને પગલે સારવાર માટે લઇ જવામાં આવી હતી.

...અનુસંધાન પાના નં. 02

અન્ય સમાચારો પણ છે...