તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

4 વર્ષમાં 7 ગુના, વોન્ટેડ રીઢો બુટલેગર પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4 વર્ષમાં 7 ગુના, વોન્ટેડ રીઢો બુટલેગર પકડાયો
ક્રાઇમ રિપોર્ટર|સુરત

મહારાષ્ટ્ર અને દમણથી મોટા પ્રમાણમાં દેશી બનાવટનો વિદેશી દારૂ મગાવી સુરત સહિત પૂરા દક્ષિણ ગુજરાતમાં વેચાણ કરનારા અને છેલ્લાં ચાર વર્ષથી નાસતા ફરતા રીઢા બુટલેગર કૈલાસ ઉર્ફે કૈલાસ મારવાડી ઉર્ફે ભેરુલાલ હીરાલાલ શર્મા (ઉ.વ.36, રહે: અમરોલી)ને ક્રાઇમ બ્રાંચની ટીમે ઇચ્છાપોર, કવાસગામના સાંઇબાબાના મંદિર પાસેથી પકડી પાડ્યો છે. જેની સામે 2014થી 2018 સુધીનાં ચાર વર્ષમાં વલસાડ, તાપી. ચિખલી અને પલસાણામાં મળી કુલ સાત ગુના નોંધાયા છે. જેમાં તે નાસતો ફરતો હતો.

અન્ય સમાચારો પણ છે...