તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Valsad News If The Government Gives Us Poison To Kill Them Then There Will Be Anger In The Villagers Of Namdhya Who Are Disturbed By Garbage Dumping 042640

‘સરકાર અમને ઝેર આપી મારી નાખે તો સારૂં’ કચરા ડમ્પિંગથી ત્રસ્ત નામધાના ગ્રામજનોમાં રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ કલેકટર કચેરી ખાતે સોમવારે વાપીના નામધા અને ચંડોર ગામના ગ્રામજનોએ રેલી કાઢી વાપી પાલિકાની ડમ્પિંગ સાઇટ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગામ લોકોએ વાપી પાલિકાની ડમ્પિંગ સાઇટ અન્યત્ર ખસેડવા ઉગ્ર રજૂઆતો કરી હતી. સાઇટ પર ઠલવાતી ગંદકીથી ફેલાતા રોગચાળાનો સામનો કરી રહેલા ગ્રામજનોએ સરકાર અમને ઝેર આપી મારી નાંખે તો સારું તેવી વેદના સાથે સોમવારે અધિક કલેકટર સમક્ષ વ્યથા ઠાલવી હતી.

વલસાડ ખાતે વાપી નજીક ચંડોર અને નામધાના ગ્રામજનોએ ભીલીસ્થાન ટાઇગર સેનાના નેજા હેઠળ બેનરો અને પ્લેકાર્ડ હાથમાં લઇને કલેકટર કચેરીએ મોટો મોરચો માડ્યો હતો. ...અનુસંધાન પાના નં. 02

કચરાપેટીમાં જીવવા મજબૂર
નામધા અને પંડોરના ગ્રામજનોએ અધિક કલેકર સમક્ષ ફરિયાદ ઠાલવતા કહ્યું કે,સંવિધાનની પાંચમી અનુચિતા છતાં અહિં માનવી સાથે પ્રાણી જેવો વ્યવહાર રખાય છે.ગ્રામજનોને કચરા પેટીમાં જીવવા મજબૂર કરાઇ રહ્યા છે. સંવિધાનનું અપમાન કરાયું છે.આવા તત્વો સામે દેશદ્રોહ લાગૂ પાડવો જોઇએ.

વાપી પાલિકા GPCBની નોટિસનો અમલ કરતી નથી
કલેકટરને આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ જીપીસીબીએ વારંવાર વાપી પાલિકાને ડમ્પિંગ સાઇટ પર પર્યાવરણ અને સુરક્ષા અધિનિયમના ભંગ હેઠળ નોટિસ ઓફ ડાયરેકશન આપી ઘન કચરા નિયમ-2016નો ભંગ અંગે ધ્યાન દોરવામાં આવી છતાં અને એનજીટીનો હુકમને પણ પાલિકા ગંભીર ગણતી નથી. જીપીસીબી પણ પાલિકાને માત્ર નોટિસ આપી સંતોષ માને છે.

પર્યાવરણ માટે કરોડોની ગ્રાન્ટ છતાં ઉપયોગ નથી
સરકાર દ્વારા વાપી પાલિકાને ડેમ્પિંગ સાઇટની પર્યાવરણ જાળવણી અને આધૂનિકરણ માટે દર વર્ષે કરોડોની ગ્રાન્ટ ફા‌‌‌ળવણી કરવામાં આવે છતાં સ્થળ‌ પર હજી આ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો નથી,આ ઉપરાંત અહીં પાલિકા દ્વારા નિયમીત જંતુનાશક દવાનો છંટકાવ કરવા જોઇએ તે પણ કરવામાં આવતો નથીજેના કારણે ભયંકર દપર્ગંધ અને મચ્છરોનો ઉદ્રવ ફેલાતો રહે છે.જેથી આ ગંભીર રજૂઆત મુદ્દે નિષ્પક્ષ તપાસ કરી કાર્યવાહી કરવા દાદ માગી છે.

ઉકેલ ન આવે તો 22મીએ આંદોલન
નામધા ચંડોરના ગ્રામજનોએ રોજ ઠલવાતા ટલબંધી દુર્ઘંધયુક્ત કચરાથી કંટાળીને રજૂઆત કરી કે,15 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ ન આવે તો કલેકટર કચેરીની બહાર ધામો નાખી સપરિવાર રહેવા આવી જઇશું.વલસાડથી કામધંધે જઇશું. અને 22 જાન્યુઆરીએ કલેકટર કચેરીએ અચોક્કસ ધરણાં, ઉપવાસ શરૂ કરાશે.

આક્રોેશ
અન્ય સમાચારો પણ છે...