તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Silvassa News Furious Fire In The Sun Rise Company Of Mashat The Amount Of Fuel Burned 035528

મસાટની સન રાઇઝ કંપનીમાં ભીષણ આગ, યાનનો જથ્થો બળીને ખાક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાદરા નગર હવેલી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ગુરૂવારેની બપોરે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઇ હતી. મસાટ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી સન રાઈઝ સ્પિનર નામની કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. 7 બંબા દ્વારા ફાયરના જવાનોએ બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ દાનહના મસાટ ઔદ્યોગિક વસાહતમાં આવેલી સન રાઇઝ સ્પિનર નામની યાન બનાવતી કંપનીમાં ગુરૂવારે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી.આગ લાગી તે સમયે કંપનીમાં ઉત્પાદન કાર્ય ચાલી રહ્યું હતું અને મોટી સંખ્યામાં કામદારો કામ કરી રહ્યા હતા.જેથી આગ લાગતાની સાથે જ તમામ કામદારો દોડી ને કંપનીની બહાર આવી ગયા હતા. આ કંપનીમાં મોટી માત્રામાં કાચો અને તૈયાર કરેલો માલ મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું .અને કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. ઘટનાની જાણ સેલવાસ ફાયર વિભાગને કરવામાં આવતા શરૂઆતમાં 2 બંબા સાથે ફાયરના જવાનો દોડી આવ્યા હતા પરંતુ આગની ભીષણતા જોઇ વધુ 5 બંબા બોલાવવા પડ્યા હતા.બે કલાકની ભારે જહેમત બાદ 7 બંબાથી આગ કાબૂમાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે દાઝવાનો બનાવ બન્યો ન હતો જેથી કંપની સંચાલકોએ હાંશકારો અનુભવ્યો હતો. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનામાં આગને કારણે કંપનીની અંદર રાખેલો કાચો ને તૈયાર માલ બળી ને ખાખ થઈ જતા મોટા નુકસાન થયાની ભીતિ સેવાઈ રહી છે.

સેલવાસ મસાટ ખાતે આવેલી સન રાઇઝ સ્પિનર કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...