તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Dharampur News Elections In Dharampur College Are Held In Peaceful Surroundings 021605

ધરમપુર કોલેજમાં વિદ્યાર્થીસંઘની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ, ધરમપુરની શૈક્ષણિક વર્ષ 2018-19ની વિદ્યાર્થીસંઘની ચૂંટણીમાં જનરલ સેક્રેટરી તરીકે ઉત્તમભાઈ પઢેર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. આ પ્રસંગે શ્રી એમ.એસ.વી.એસ. કેળવણી મંડળના ઉપપ્રમુખ અને પૂર્વ જીએસ ધનેશભાઈ ચૌધરીએ જનરલ સેક્રેટરીને શપથગ્રહણ કરાવી સંસ્થાના સમગ્ર વિદ્યાર્થી આલમને અભિનંદન પાઠવ્યા હતા. કોલેજના પૂર્વ જીએસ ગણેશભાઈ બીરારીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી કોલેજની પ્રતિષ્ઠા વધારવા માટે સહયોગ આપવા હાકલ કરી હતી. કોલેજના આચાર્ય ડૉ. વી. ડી. પટેલે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન કરવા માટે પ્રસંશા કરી હતી. વિદ્યાર્થી સંઘના ઉપપ્રમુખ નાજુબેન મુલતાનીએ આભાર વિધિ કરી હતી. સભાનું સંચાલન ડૉ. કે. એમ. પટેલે કર્યું હતું. શપથ ગ્રહણ સમારંભમાં કોલેજના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...