તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનહ લોકસભા બેઠકના પ્રભારી નિમાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|દાનહમાં સેલવાસ ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપ હોદ્દેદારો સાથે બેઠક કરી આગામી લોકસભાની ચૂંટણી અંગે તાગ મેળવ્યો હતો. રાષ્ટ્રીય અધ્યક્ષ શાહે વલસાડ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હર્ષદભાઇ કટારિયાને દાનહ લોકસભા બેઠકના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી હતી. 2009 થી 2 ટર્મ સુધી જિલ્લા ભાજપના મહામંત્રી રહી ચૂકેલા અને 2014ની લોકસભાની ચૂંટણીના પ્રભારી રહેલા હર્ષદભાઇને દાનહ લોકસભા ચૂંટણીના પ્રભારી તરીકે હવાલો સોંપાતા ભાજપના હોદ્દેદારો, ભાનુશાલી સમાજના અગ્રણીઓ અને વલસાડ પાલિકાના પૂર્વ સભ્ય રાજેશ ભાનુશાલી તેમજ વલસાડ ભાજપ કાર્યકરોએ શુભેચ્છા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...