તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલ્હી એનજીટીમાં વર્ષ 2016-17માં પદુષણ મામલે વાપી સીઇટીપીને 10

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિલ્હી એનજીટીમાં વર્ષ 2016-17માં પદુષણ મામલે વાપી સીઇટીપીને 10 કરોડ રૂપિયાનો દંડ ફટકારતા ગ્રીન એન્વાયરોના મેમ્બરો અને પૂર્વ ડિરેકટરોમાં પદાધિકારીઓ સામે આક્રોશ વધી રહ્યો છે. 10 કરોડ સુધીનો દંડ ફટકાવવા સુધીની નોબત આવે ત્યાં સુધી મેમ્બરોને જાણ ન કરાઇ ન હતી. એનજીટીના કેસને ગ્રીન એન્વાયરો,વીઆઇએ,જીપીસીબી સહિત જવાબદારોએ ગંભીરતાથી ન લેતા આ દંડ થયો હોવાનો મત વાપીના ઉદ્યોગપતિઓ વ્યકત કરી રહ્યાં છે. હાલમાં વાપી સીઇટીપીના પરિણામો સારા આવી રહ્યાં છે, પરંતુ 2017માં થયેલી પિટિશન બાદ આ કેસના ઉકેલ માટે પુરતા પ્રયાસો કરવામાં ન આવતાં હાલ ગ્રીન એન્વાયરોના મેમ્બરોમાં પદાધિકારીઓ સામે રોષ વધી રહ્યો છે. વાપી ગ્રીન એન્વાયરોના ફાઉન્ડર મેમ્બર સતિષ ઝવેરીએ જણાવ્યું હતું કે પરિણામ સુધારવા ઘણાં પ્રયાસો થયાં છે. મહારાષ્ટ્રના કેસમાં વાપી સીઇટીપીનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. બાકી પ્રયાસો પણ કરવામાં આવશે. સીઇટીપીની સાથે ઉદ્યોગોને પણ દંડ ફટકારવાનો આદેશ કરતાં આ મુદે આવનારા દિવસોમાં મામલો ગરમાઇ તેવી સંભાવના છે. જો કે 10 કરોડના દંડ મામલે સુપ્રિમકોર્ટમાંથી કેટલા સમયમાં સ્ટે મળશે તેના પર હવે સૌની નજર મંડાયેલી છે.

ભૂતકાળમાં એનજીટી દ્વારા વાપીને બે વખત ભારતના સૌથી વધુ જોખમી પ્રદૂષિત શહેરની કેટેગરીમાં મુકયું હતું. જેમાંથી વાપીને બહાર લાવવા જીપીસીબી તથા વાપીના ઉદ્યોગકારો અને ગ્રીન એન્વાયરોના હોદ્દેદારોને ભારે મથામણ કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...